• લાઇફ જેકેટ સાથે જ સ્વીમિંગ કરવા સૂચના
  • જીમ અને મેદાન બહાર પણ લગાવ્યા પોસ્ટર
  • હૃદયની બિમારીવાળા લોકોને સાવચેતી રાખવા સૂચના

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અચાનક કામ કરતા, રમતા કે કસરત કરતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે અને તેમનું મોત પણ થઈ રહ્યું છે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકના કિસ્સાને લઈને મોટી જાહેરાત કરાઈ છે. ખાસ કરીને મોટા અક્ષરોમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગપૂલમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.


[[$googlead]]

[[$alsoread]]

ક્યાં નહીં મળે પ્રવેશ તે પણ જાણો

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ પૂલની આસપાસ પોસ્ટર લાગ્યા છે. જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. હાર્ટએટેકના કિસ્સાઓને ઘટાડવા માટે આ પ્રયાસ કરાયો છે. ખાસ કરીને યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે. આ સાથે કહેવામાં આવ્યું છે તે અનુસાર હાર્ટની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

ફિટનેસ સર્ટિફિકેટ રહેશે જરૂરી

મહત્વનું છે કે, સ્વિમિંગપૂલમાં જવા માટે દરેક ખેલાડીએ ફરજિયાત મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા હોવાના કારણે આ મોટો નિર્ણય લેવાયો છે.


  • Follow us on: