વડોદરામાં ભારે ગરમીને લઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે,આગામી સમયમાં ગરમી વધવાની શક્યતાને લઈ તૈયારીઓ કરી છે,વડોદરામાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે,હાલ વડોદરા શહેરમાં 35-36 ડિગ્રી તાપમાન નોંધાયું છે,ત્યારે હિટવેવને લઈ અને ગરમીને લઈ તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે,ગરમીમાં બાળકો,વૃદ્ધો,બને છે હિટ સ્ટ્રોકનો શિકાર તો હાલ પ્રાથમિક 20 બેડનો વોર્ડ ઉભો કરાયો છે.તો 10 બેડનો રિકવરી વોર્ડ બનાવ્યો છે.


હીટવેવથી બચવા આટલું કરો

* તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો

* ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો

* વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો

* આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો

* પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો

* બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

હીટવેવથી બચવા આટલું ના કરો

* શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું

* શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા

* મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગે તો પ્રથમ સારવાર લેવી

* જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો

* શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો

* લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા

* જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી.

  • Follow us on: