• છાણી પોલીસના ASI દિપક માલુસરેનું મોત
  • રાવપુરાના 36 વર્ષીય યગ્રેશ પટેલનું મોત થયુ
  • વડોદરામાં છેલ્લા 17 દિવસમાં 48 લોકોના મોત

વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં છાણી પોલીસના ASI દિપક માલુસરેનું મોત થયુ છે. તથા રાવપુરાના 36 વર્ષીય યગ્રેશ પટેલનું મોત થયુ છે. ત્યારે વડોદરામાં છેલ્લા 17 દિવસમાં 48 લોકોના મોત થયા છે.

શહેરમાં હિટવેવને પગલે 24 કલાકમાં વધુ બે લોકોના મોત

છાણી પોલીસના એએસઆઈ દિપક માલુસરેનું ગભરામણ બાદ મોત થયુ છે. રાવપુરા વિસ્તારના 36 વર્ષીય યગ્નેશ પટેલને શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત થયુ છે. છેલ્લા 17 દિવસમાં 48 લોકોના ગરમીથી મોત થયા છે. દિપક માલુસરે અગાઉ વરણામાં પોલીસ મથકમાં હતા. પેરાલીસીસ એટેક આવતા છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી. જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉલટી થવાની સમસ્યા હતી. સવારે ગભરામણ થતા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબોએ માલુસરેને મૃત જાહેર કર્યા હતા. વડોદરામાં હીટસ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા છે. જેમાં હીટસ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું મોત થયુ છે. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા છે. ત્યારે SSG હોસ્પિટલના હીટસ્ટ્રોક વોર્ડમાં 13 દર્દીઓ દાખલ છે. જેમાં SSG હોસ્પિટલમાં 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

હીટવેવ યથાવત રહેતા નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે

છેલ્લા 4 દિવસથી ફૂંકાતા જોરદાર પવનને કારણે ગરમીનો પારો ઘટયો છે. પરંતુ હીટવેવ યથાવત રહેતા નાગરીકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે બપોરના સમયે કામ કરતા વ્યક્તિઓ અને વેકેશનના અંતિમ દિવસોની મજા માણી રહેલા બાળકો પણ હીટવેવનો શિકાર બની રહ્યા છે. ગોધરાના 12 વર્ષીય બાળકને તાવ અને હિટ સ્ટ્રોકની અસર જણાતા તેને સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરાયો હતો. જ્યાં બુધવારે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે માંજલપુર મુક્તીધામ શનિદેવ મંદિર પાસે મંગળવારે બપોરે અજાણ્યા પુરુષને ખેંચ આવતા તે બેભાન થઈને ઢળી પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


  • Follow us on: