રાજયમાં ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો વકર્યો છે,વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વકરતા સરકારી હોસ્પિટલમાં દવા લેવા લોકોની લાઈનો લાગી છે.છેલ્લા 10 દિવસમાં કમળા અને ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે,બીજી તરફ SSG ચેપીરોગ હોસ્પિટલના તબીબનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે,આડેધડ ઠંડા પીણા પીવાથી કમળો થઇ શકે છે અને રોગચાળો પણ વકરી શકે છે.
સરકારી હોસ્પિટલમાં રોગચાળાને લઈ દૈનિક 150 દર્દીઓ OPDમાં આવી રહ્યા છે : તબીબ
સરકારી હોસ્પિટલમાં રોગચાળો વકરતા દૈનિક 150 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યાં છે,ચોખ્ખાઈ વગરનો બરફ અને સરબતથી ફલેવરથી રોગચાળો વકરતો હોય છે તેવું તબીબનું માનવું છે,અન્ય અનહાઇજિન પીણાથી પણ રોગચાળો વકરતો હોવાની વાત સામે આવી છે.ડોકટરનું કહેવું છે કે,મોટા ભાગે શરદી, તાવ અને ભૂખના લાગે તેવી ફરિયાદ લઈને દર્દીઓ આવે છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું !
ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
હીટવેવથી બચવા આટલું કરો
* તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું
* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો
* ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
* વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો
* આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્કીન લગાવો
* પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો
* બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો
હીટવેવથી બચવા આટલું ના કરો
* શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું
* શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા
* મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો
લૂ લાગેલ પ્રથમ સારવાર લેવી
* જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
* શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
* લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
* જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી.









