ગીર સોમનાથ વેરાવળમાં દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો છે અને વાવાઝોડોની અસર દેખાવાની શરૂઆત થઈ છે, ગીર સોમનાથમાં ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો સાથે સાથે તંત્રએ માછીમારોને સૂચના આપી છે કે દરિયો ના ખેડવો, તો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હજી પણ 100 જેટલી બોટ દરિયામાં છે અને તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા તંત્રની કવાયત છે.


[[$googlead]]

ગીર સોમનાથમાં 7500 ફિશિંગ બોટો રજિસ્ટર્ડ

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 7500 ફિશિંગ બોટો રજિસ્ટર્ડ છે. તેમાંથી 4000 મોટી બોટો અને 3500 નાની બોટો છે. તા. 17 મેથી સરકારે સુરક્ષાની દૃષ્ટિએ માછીમારોને દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. બે દિવસની આંશિક છૂટ બાદ ફરીથી ઓનલાઈન ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. અમુક બોટના માછીમારોને ચેતવણી આપી છે તેમ છત્તા તેઓ પરત આવ્યા નથી અને બોટ કરતા માછીમારોની ચિંતા વધુ છે, તો બીજી તરફ તંત્ર દ્રારા પણ દરિયાઈ સ્થળ પર સુરક્ષા વધારવામાં આવી છે અને સ્થાનિકોને દરિયા સુધી પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

[[$alsoread]]

ગીર સોમનાથમાં વૃક્ષો ધરાશાયી થયા

ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અહીંયા વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા પ્રાચી તીર્થ સ્થાને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. પ્રાચી તીર્થની સાથે ધંટીયા, ટીંબડી અને અરણેજમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સાથે જ કાંટાળા ભુવાવડા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદે ધડબડાટી બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા અહીંયા લોકોને ભારે નુકસાન થયું છે.

સુરતમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ

વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

  • Follow us on: