- સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે
- આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી
- 19 જુલાઇએ પોરબંદર, જુનાગઢમાં ભારે વરસાદ આવશે
ગુજરાત રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી 6 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી
સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ 19 જુલાઇએ પોરબંદર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે. સાથે જ ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડશે સાથે જ 20 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તથા કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. 6 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.









