- અમદાવાદના વસ્ત્રાપુર, થલતેજ, સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં વરસાદ
- થલતેજ, ગોતા, સોલામાં વરસાદ
- પાલડી, એલિસબ્રીજ, ઈન્કમટેકસ વિસ્તારમાં વરસાદ
મેઘરાજાએ થોડા દિવસના વિરામ લીધા બાદ હવે ફરી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી છે. અમદાવાદના અનેક વિસ્તારમાં હાલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી. હાઈવે, ગોતા, ઈસ્કોન ચાર રસ્તા, બોડકદેવ, થલતેજ, સિંધુભવન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે કેટલાક ટુ-વ્હીલર વાહનચાલકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અરવલ્લીના મોડાસાના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે. ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.
કયા જિલ્લામાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે.









