• અમદાવાદના તમામ વિસ્તારોમાં બપોરના સમયે વરસાદ શરૂ
  • શહેરના ગોતા,પાલડી,વસ્ત્રાપુર અને બાપુનગરમાં વરસાદ શરૂ
  • હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની કરી છે આગાહી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે.અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.ત્યારે બપોરના સમયે અચાનક અમદાવાદમાં વરસાદ શરૂ થતા શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી.શહેરના ગોતા,પાલડી,વસ્ત્રાપુર,બાપુનગર વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

[[$googlead]]

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.

[[$alsoread]]


સમગ્ર રાજયમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે.


12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં બપોરના 12 વાગ્યા સુધી 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ.બારડોલીમાં 5, વાપીમાં સાડા ચાર ઈંચ વરસાદ,મહુવા અને ઓલપાડમાં 4 - 4 ઈંચ વરસાદ,સુરત શહેર અને વલસાડમાં 4 - 4 ઈંચ વરસાદ,કામરેજમાં સાડા ત્રણ, ખેરગામમાં 3 ઈંચ વરસાદ,ધરમપુર અને સંખેડામાં 2 - 2 ઈંચ વરસાદ,ભરૂચ અને ઉમરપાડામાં 2 - 2 ઈંચ વરસાદ,માંડવી, સોનગઢમાં 2 - 2 ઈંચ વરસાદ,કપરાડા, વાલોદ, નવસારમાં 2 - 2 ઈંચ વરસાદ નોંધાયો છે.


  • Follow us on: