ભરઉનાળે રાજ્યમાં માવઠાનો માર જોવા મળી રહી છે. રાજ્યભારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોના મોં મા આવેલો કોળીયો છીનવી લેતા જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.ત્યારે હજી પણ રાજ્યમાં ભારે માવઠું થવાની સંભાવનઓ વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 9 મે અને 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

જાણો ક્યા શહેરોમાં પડશે વરસાદ

રાજ્યમાં આજે સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે અમરેલી, સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. વલસાડ, દાદરનાગર હવેલી સહિત ભારે વરસાદ રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

જાણો આજે ગુજરાતમાં કયાં રહેશે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો આજે મહીસાગર, આણંદ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જાણો આજે ગુજરાતમાં કયાં રહેશે યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

  • Follow us on: