રાજ્યમાં 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં ગુજરાતમાં અલગ-અલગ કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તેને લઈ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.
જાણો સવારના 10 વાગ્યા સુધી કયાં અપાયુ રાજયમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના નાઉકાસ્ટ બુલેટીનને લઈ વાત કરીએ તો સવારના 10 વાગ્યા સુધી અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર,પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો સવારના 10 વાગ્યા સુધી કયાં અપાયુ રાજયમાં યલો એલર્ટ
હવામાન વિભાગના નાઉકાસ્ટ બુલેટીનને લઈ વાત કરીએ તો સવારના 10 વાગ્યા સુધી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર,મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક રહેવા સૂચના
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.
માછીમારોને સાવચેત અને સતર્ક રહેવાની સલાહ
અરબી સમુદ્રમાં ઓછા દબાણના ક્ષેત્રના વિકાસને કારણે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આના કારણે દરિયામાં મજબૂત અને ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખીને, માછીમારોને સાવચેત અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.









