• PGVCLના 237 ફીડર બંધ, 77 ટ્રાન્સફોર્મર ડેમેજ
  • દ્વારકા, જુનાગઢમાં વીજ પુરવઠાને અસર પહોંચી
  • પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયુ

સૌરાષ્ટ્ર-કરછમાં ભારે વરસાદથી PGVCLને નુકસાન થયુ છે. તેમજ PGVCLના 237 ફીડર બંધ થયા છે. તથા 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. 987 જેટલા વીજપોલને નુકસાન પહોંચ્યું છે. તથા દ્વારકા, જુનાગઢમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. તેમાં જામનગરના 1, ભુજના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલને નુકસાન થયુ છે.

પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયુ

[[$googlead]]

પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયુ છે. તેમજ જૂનાગઢમાં 1970 વીજપોલ, 18 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. જામનગરમાં 445 વીજપોલ, 34 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. ભુજના 54 વીજ પોલ, 2 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સ્થિતિમાં PGVCLને મોટું નુકસાન થતા પાંચ ગામોમાં અંધારપટ છવાયો છે. તેમાં પીજીવીસીએલના 237 ફીડર બંધ તથા 987 વીજપોલ અને 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. દ્વારકા, જુનાગઢ, ખંભાળિયામાં ભારે વરસાદથી વીજ પુરવઠાને ગંભીર અસર પહોંચી છે. જામનગર જિલ્લાના એક અને ભુજના ત્રણ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

[[$alsoread]]

પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં રીપેરીંગની કામગીરી ચાલુ

રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલને નુકસાન થયુ છે. પોરબંદરના 267 વીજપોલ અને વીજ ટ્રાન્સફોર્મર તથા જૂનાગઢના 1970 વીજપોલ અને 18 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. તેમજ જામનગરના 445 વીજ પોલ અને 34 ટ્રાન્સફોર્મર તથા ભુજના 54 વીજ પોલ અને બે ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. જેમાં પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં રીપેરીંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ ટૂ્ંક સમયમાં ગામોમાં વીજપુરવઠો શરૂ કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી છે.


  • Follow us on: