અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટનામાં કામગીરી પૂર્ણ થતાં આજથી રેલ સેવાનો પુનઃઆરંભ થઈ થયો છે. અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં દુર્ઘટનાને પગલે 24 કલાક સુધી રેલ સેવા ખોરવાઈ ગઈ હતી. રેલવે વિભાગ દ્વારા 20 કલાકની મહેનત બાદ ક્રેનને રેલ્વે ટ્રેક પરથી હટાવવામાં મોટી સફળતા મળી છે. રેલ્વે વિભાગ દ્વારા પાટાની કામગીરી પૂર્ણ થતા આજે સવારથી જ રાબેતા મુજબ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.રેલમાં મુસાફરી કરનારા મુસાફરો માટે સમાચાર વધુ મહત્વના છે.


[[$googlead]]

રાબેતા મુજબ રેલ સેવાનો આરંભ

વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાતા અનેક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. દુર્ઘટના બાદ રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 કલાકની મહેનત બાદ ક્રેન રેલ્વે ટ્રેકથી હટાવાઇ.ટ્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેનની મદદ લેવામાં આવી હતી. 500 ટનની બે અને 130 ટન 1 ક્રેન એમ બે ક્રેનની મદદ લેતા આખરે 20 કલાકની મહેનત બાદ વિશાળકાય ક્રેનને પાટાપરથી દૂર કરવામાં સફળતા મળી. રેલ્વે વિભાગ દ્વારા પાટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી. કામગીરી પૂર્ણ થતા આજે સવારે 5 વાગ્યાથી રાબેતા મુજબ તમામ ટ્રેનો શરૂ કરવામાં આવી.

[[$alsoread]]

વિશાળકાય ક્રેન તૂટતા સર્જાઈ દુર્ઘટના

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વટવા ફેસમાં વિશાળકાય ટ્રેન તૂટી પડતા મોટી દુર્ઘટના બનવા પામી હતી. વટવા પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ક્રેન તૂટવાની ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પંહોચી હતી. બંનેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટનાને પગલે ખાસ કરીને અમદાવાદ-મુંબઈની ટ્રેન સેવાને વધુ અસર થઈ હતી. 24 કલાક કરતા વધુ સમયથી અમદાવાદથી મુંબઈ જતી તમામ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી.

20 કલાકની મહેનત બાદ રેલ્વે વિભાગને મળી સફળતા

અમદાવાદ-મુંબઈમાં ટ્રેનમાં મુસાફરી કરનાર અનેક લોકોને તેમના મહત્વના કામો પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ક્રેન તૂટવાની દુર્ઘટનાને પગલે અમદાવાદ તરફ આવતી 10 ટ્રેનોને રાત્રે અટકાવી દેવામાં આવી છે. તો અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેન રદ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ રેલ્વેએ એડવાઈઝરી જારી કરતા 5ના સમયમાં બદલાવા કર્યો હતો. પરંતુ હવે બુલેટ ટ્રેન પ્રોજક્ટ દુર્ઘટનામાં રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતા આજે સવારથી જ રેલ સેવાનો પુનઃઆરંભ થયો છે. 

  • Follow us on: