ટ્રમ્પના ટેરિફ અને સોનાના ભાવમાં મોટી વધઘટની અસર રાજકોટ સોની બજાર ઉપર પણ જોવા મળી રહી છે છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવના પ્રતિ ૧૦ ગ્રામે ૧૧ હજાર જેવો ઉંચો ભાવ વધારો અને અધૂરામાં પૂરું ટ્રેમ્પ ગોલ્ડ જ્વેલરી ઉપર લગાવેલા ટેરિફથી દેશ વિદેશમાં સોનાના ઘરેણા માટે સુપ્રસિદ્ધ સોની બજારમાં મંદી નો માહોલ સર્જાયો છે.


[[$googlead]]

ચાંદીના દાગીનાના અવનવા ઘાટને લઈને દેશ વિદેશમાં મશહૂર છે

રાજકોટની સોની બજાર તેની કારીગરી અને સોના ચાંદીના દાગીનાના અવનવા ઘાટને લઈને દેશ વિદેશમાં મશહૂર છે, દેશ અને વિદેશમાં રાજકોટના સોનાના દાગીનાની મોટા પ્રમાણમાં નિકાસ પણ થાય છે,જોકે છેલ્લા ત્રણ મહિનામાં પરિસ્થિતિ બદલાઈ છે તેનું કારણ સોનાના ભાવમાં સતત વધતો છે, સોનું ૧૦ ગ્રામનો ભાવ ત્રણ મહિનામાં ૮૦ હજારથી વધીને ૯૧ હજાર પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી ગયો છે રાજકોટની સોની બજારમાં અંદાજિત ત્રણ લાખ જેટલા સોના અને ચાંદીના દાગીના બનાવતા કારીગરો છે જેના ઉપર ભાવ વધારાની સીધી અસર થઈ છે અધૂરામાં પૂરું સોનાના આભૂષણો ઉપર ટેરિફ લાગી જાવથી હવે બજારમાં મંદીની અસર વર્તાઈ છે કારીગરોને માથે રોજગારીની ચિંતા વર્તાઈ રહી છે.

[[$alsoread]]

સોનાનો ભાવ ૩૦ ટકા થી વધુ વધ્યો છે

છેલ્લા એક વર્ષમાં સોનાનો ભાવ ૩૦ ટકાથી વધુ વધ્યો છે રશિયા યુક્રેન યુદ્ધ હોઈ કે ઈઝરાઈલ આરબ યુદ્ધ રોકાણકારો સોના તરફ વળ્યા હતા જોકે હવે ટ્રમ્પના ટેરિફ વોર થી જ્વેલરી મેકિંગ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો લાગ્યો છે દેશના કુલ ઉપ્તાદન માં રાજકોટનો હિસ્સો મોટો છે,અહીંયાથી બનીને તૈયાર દાગીના દેશ અને વિદેશમાં એક્સપોર્ટ થઈ છે જેમ્સ એન્ડ જ્વેલરી એસોશિએસન સાથે જોડાયેલા મયુર ભાઈ આડેસરા જણાવે છે કે એક તરફ ભાવમાં વધારો છે તેની અસર છે તો બીજી તરફ ટ્રેડ વોર જે ટેરિફના રૂપમાં લાગુ થયું છે, તેને પગલે બજાર ખરાબ સમય થી પસાર થઈ રહ્યું છે હવે લોકલ ઘરાકી ઉપર જ મોટો દારોમદાર છે આગમી આખા ત્રીજ અને લગ્નની સિઝન સારી રહે તેવી આશા બજાર રાખી રહ્યું છે.

વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ

દેશમાં બનતા દર ૧૦ આભૂષણો માંથી ચાર થી પાંચ આભૂષણ રાજકોટમાં બને છે જેના ઉપર હાલ બ્રેક લાગી છે , આ વાત ઉપર થી જ અંદાજ લગાવી શકાય છે કે વર્તમાન પરિસ્થિતિ થી રાજકોટના બે લાખથી વધુ સોના અને ચાંદીના આભૂષણ તૈયાર કરતા કારીગરોની સ્થિતિ કેવી છે આશા છે કે રાજકોટની સોની બજારના સુવર્ણ દિવસો ફરી આવશે !

 

  • Follow us on: