- બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને લઈ વ્યક્ત કરી ચિંતા
- બાંગ્લાદેશના હિન્દુઓને સરકારે પરત લાવવા જોઈએ
- ગુજરાતના સાધુ-સંતો સાથે બેઠક કરીશું:દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અમદાવાદમાં આવ્યા છે. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને લઈ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ જણાવ્યું છે કે બાંગ્લાદેશના હિન્દુઓને સરકારે પરત લાવવા જોઈએ. ગુજરાતના સાધુ-સંતો સાથે બેઠક કરીશું. બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક છે. બાંગ્લાદેશી શું ઇચ્છે છે તે સ્પષ્ટ થવું જોઈએ.
બાંગ્લાદેશમાં હિંદુઓને પ્રતાડિત કરવા બાબતે શંકરાચાર્યએ ચિંતા વ્યક્ત કરી
ક્રૂરતાપૂર્વક હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. માનવ ધર્મનું જ્ઞાન લઈ મારપીટ બંધ થવી જોઈએ. અમદાવાદ આવેલા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુઓને પ્રતાડિત કરવા બાબતે શંકરાચાર્યએ ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશના હિંદુઓને ભારતમાં લાવવા અંગે સરકારે વિચાર કરવો જોઈએ. ગુજરાતના સાધુ સંતો સાથે બાંગ્લાદેશના હિન્દુઓ અંગે બેઠક કરીશું. બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ ભયાનક છે જે લોકો હુમલાઓ કરી રહ્યા છે તેમનો ઉદ્દેશ શું છે? તેઓ શું ઇચ્છે છે એ સ્પષ્ટ થવું જોઈએ. બાંગ્લાદેશમાં અત્યંત ક્રુરરાતા પૂર્વક મુસ્લિમો હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે.
માનવ ધર્મનું જ્ઞાન લઇ માર પીટ બંધ થવી જોઈએ
ભારતમાં હિંદુઓને લાવવા માટે સરકાર નિર્ણય લે તે જરૂરી છે. મુસ્લિમોએ વિચાર કરવો જોઈએ ભારતમાં તો મુસ્લિમો સુરક્ષિત છે. ભારત દેશના આવા ના સંસ્કાર છે કે ના સંસ્કૃતિ રહી છે. બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અંગે પુરા વિશ્વએ એકસાથે અવાજ ઉઠાવવો જોઈએ. માનવ ધર્મનું જ્ઞાન લઇ માર પીટ બંધ થવી જોઈએ.









