• ઐતિહાસિક સ્મારકો પરથી અંગ્રેજી નામો હટાવાશે
  • નવું નામ સ્વામી વિવેકાનંદ પાર્ક રાખવામાં આવશે
  • વિક્ટોરિયા પાર્ક ભાવનગરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર

ભાવનગર શહેરની વચ્ચે આવેલ ‘વિક્ટોરિયા પાર્ક’નું નામ આગામી સમયમાં બદલીને ‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિક્ટોરિયા પાર્ક રાજવી પરિવારની દેન છે. જેનું નામ સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. આમ હવે દેશના વિવિધ ઐતિહાસિક સ્મારકોને દેશના ગૌરવવંતા ઈતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડીને સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક સ્મારકો પરથી અંગ્રેજી નામો હટાવવા છે.

જણાવી દઈએ કે, વિક્ટોરિયા પાર્ક ભાવનગર શહેરમાં આવેલ આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. જે 202 હેક્ટરમાં ફેલાયેલો છે. આ પાર્કનું નામ ઈંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાના નામ પરથી રાખવામાં આવ્યુ છે.


  • Follow us on: