- 2 વિદ્યાર્થીઓને કાર ચાલકે મારી હતી ટક્કર
- ટક્કર મારી કાર ચાલક થયો હતો ફરાર
- રાહદારીઓએ 4 કિમી પીછો કરી કારચાલકને ઝડપ્યો
હિટ એન્ડ રનના આરોપીને સાંસદે છોડાવ્યો છે. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો વાયરલ થયો છે. 2 વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી. તેમાં ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. જેમાં રાહદારીઓએ 4 કિમી પીછો કરી કારચાલકને ઝડપ્યો હતો. તેમજ અકસ્માત સર્જનારને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. ત્યારે સાંસદે તેને બચાવ્યો હતો.
કુશ પટેલ મારા નિવાસથી નજીકમાં રહે છે: સાંસદ રંજનબેન
સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન છે કે કુશ પટેલ મારા નિવાસથી નજીકમાં રહે છે. ઇજાગ્રસ્ત કે પરિવારે પોલીસ ફરિયાદ ન કરી હતી. ઇજાગ્રસ્તના હોસ્ટેલ ગ્રુપની ઓનલાઇન ફરિયાદ હતી. ઇજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના નથી. તેઓ પણ રોંગ સાઈડે આવતા હતા, અકસ્માત થયો છે. કુશ પટેલને સમજાવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને પણ અન્યાય ન થાય તે ધ્યાન રાખ્યું હતું. તેમજ કાયદેસર કાર્યવાહીમાં મેં ક્યાંય હસ્તક્ષેપ કર્યો નથી. હવે બંને તરફે કોર્ટ પ્રોસીઝર પૂર્ણ કરાશે.
સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે
વડોદરાના હિટ એન્ડ રનના આરોપીને છોડાવવા જતા સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રવિવારે ફિઝિયોથેરાપીના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ધરપકડના પોણા બે કલાકમાં સાંસદ રંજનબેન ભટ્ટ કાર ચાલકને છોડાવવા પહોંચ્યા હતા. જેમાં પોલીસે જામીન પર કુશ પટેલને છોડ્યો હતો. તેમાં સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થયા છે. તથા સામ સામે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.









