- કાર ચાલક પર માનવવધનો ગુનો નોંધાયો
- કાર ચાલક સોજીત્રાના MLA પુનમ પરમારનો જમાઈ
- પોલીસની કાર્યવાહીમાં સહયોગ આપીશઃ પૂનમ પરમાર
આણંદના સોજીત્રામાંથી હિટ એન્ડ રનનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયાર પર હિટ એન્ડ રનનો આરોપ લાગ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કાર, ઓટો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
કોંગ્રેસના ધારાસભ્યના જમાઈ પર આરોપ
કાર પર ગુજરાત MLA લખેલું હતું. આપને જણાવી દઈએ કે કાર ચાલક વિરુદ્ધ બેદરકારીના આરોપમાં કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી કાર ડ્રાઈવર કોંગ્રેસના ધારાસભ્યના જમાઈ છે. મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયા હતા. મળતી માહિતી મુજબ પરિવારના સભ્યો રક્ષાબંધનનો તહેવાર મનાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદના સોજીત્રા પાસે આ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.
કાર ચાલક પર માનવવધનો ગુનો નોંધાયો છે. આ અંગે પૂનમ પરમારે કહ્યું કે મારા જમાઇ શ્રાવણમાં દારૂ પીતા નથી. જમાઈને બચાવવાનો કોઈ પ્રયત્ન નહી. પોલીસની કાર્યવાહીમાં સહયોગ આપીશ.
પોલીસે કેસ નોંધ્યો
આ ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મામાના ઘરે રાખડી બાંધવા ગયેલી બે બહેનો અને તેમની માતાનો પણ સમાવેશ થાય છે. આ અંગે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે હત્યા નહીં પણ ગુનેગાર માનવહત્યા હેઠળ ગુનો નોંધ્યો છે.