• નવા 150 ફૂડ રોડ પર ટ્રકે બાઈકને લીધુ અડફેટે
  • બાઈકને અડફેટે લઈ ટ્રક ડ્રાઈવર ટ્રક મુકી ફરાર
  • એક યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

રાજકોટમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. જેમાં નવા 150 ફૂડ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધુ હતુ. તેમાં બાઈકને અડફેટે લઈ ટ્રક ડ્રાઈવર ટ્રક મુકી ફરાર થયો છે. ત્યારે હિટ એન્ડ રનમાં હેત્વી મોરડીયાનું મોત થયું છે. તથા એક યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

8 વાગ્યાની ઘટના બની હોવા છતાં 11 વાગ્યા સુધી મૃતદેહ પડ્યો રહ્યો

[[$googlead]]

શહેરમાં હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે. જેમાં આજે સવારે 8 વાગ્યાની ઘટના બની હોવા છતાં 11 વાગ્યા સુધી મૃતદેહ પડ્યો રહ્યો હતો. નવા 150 ફૂટ રીંગ રોડ પર આ અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક ચાલકે વિદ્યાર્થિનીને હડફેટે લીધી છે. તેમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો છે. પોલીસ ઘટનાના ૩ કલાક બાદ પહોંચી હતી. જેમાં કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. તેથી પોલીસ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ છે.

[[$alsoread]]

અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ

ગમખ્વાર અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે સવારે 22 વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન 150 ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી.


  • Follow us on: