સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કાર ચાલકે ત્રણથી વધુ વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,કારનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે,જેમાં બે મહિલાને વધુ ઈજા થઈ છે તો અન્ય વાહનોને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રન
સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના બનતા રોડ પર જઈ રહેલા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો,કારચાલકે ત્રણથી વધુ વાહનોને અડફેટે લીધા છે,જેમાં બાઈક સવારને અડફેટે લેતા બાઈકના ચાલક રોડ પરથી નીચે પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા,ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,તો અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે,પોલીસે ઘટના સ્થળના સીસીટીવી તપાસી કાર ચાલકને નંબર પ્લેટના આધારે ઝડપવાનો પ્રયાસ કર્યો છે.
મોપેડ અને બે બાઇકને ટક્કર મારી થાર ચાલક ફરાર
વરાછામાં મોપેડ અને બે બાઈકને ટક્કર મારી કારનો ચાલક ફરાર થયો છે,ત્યારે આ ઘટના બનતાની સાથે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે અકસ્માતમાં ઈજાગ્રસ્તોના પણ નિવેદન નોંધ્યા છે,કાર ચાલક અકસ્માત સર્જીને જે રોડ તરફ નાસી છૂટયો તે રોડના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.









