શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આજે હોળી પર્વ નિમિત્તે સમગ્ર દેશભરમાં હોળી દહન કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ ઠાકોર સમાજ દ્વારા પણ હોળી પૂજન કાર્યક્રમ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે. અંબાજી મંદિર પાછળ આવેલા ગુજરાતી શાળાના મેદાનમાં આ કાર્યક્રમ યોજાતો હોય છે.


[[$googlead]]

મંદિરના મહારાજ દ્વારા પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવી

અંબાજીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ હોળી સ્થાનક ઉપર રાજસ્થાની મહિલાઓ, મારવાડી સમાજની મહિલાઓ ઠંડી હોળીનું પૂજન કરે છે, ત્યારબાદ મંદિરના મહારાજ દ્વારા પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી પર્વની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા હોળી સ્થાનક ઉપર આવીને હોળીનું પૂજન કરવામાં આવે છે. અંબાજી મંદિરથી હોળી સ્થાનક સુધી અંબાજી મંદિરના સ્ટાફ, પ્રમુખ ભટ્ટજી મહારાજ હોળી સ્થાનક ઉપર આવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પુજન કરે છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી હોળી જે દિશામાં પડે તેના પરથી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે નક્કી થાય છે.

[[$alsoread]]

ઘણા લોકો પોતાના કામ પૂર્ણ થયા તે માટે રાખે છે માનતા

વધુમાં ઠંડી હોળીનું પૂજન મહિલાઓ કોઈ માનતા રાખી હોય કે કોઈના લગ્ન ન થતાં હોય તે માટે પુજન કરાય છે. હોળી પ્રગટ્યા બાદ ઈશાન દિશામાં પડતાં આ વખતે વરસાદ ખૂબ સારો રહેશે અને ખેડૂતોની ખેતી પણ સારી થશે. અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. હોળી સ્થાનક પર મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે બાળકો નાચગાન કર્યાં હતા.


  • Follow us on: