• સોમવારની રજા રાખી અમુક પરિવારો ત્રણ દિવસનું મિની વેકેશન ગોઠવી પિકનિક કરવા નીકળ્યા

  • હોળી-ધૂળેટીની ઉજવણી કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
  • ઝાલાવાડમાં છેલ્લા થોડા વર્ષોથી હોળી-ધુળેટી પર્વે હરવા-ફરવાનું ચલણ વધી ગયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સોમવારે હોળી અને મંગળવારે ધૂળેટી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે રવિવારે શહેરની બજારોમાં તહેવાર પૂર્વે ધાણી, ખજુર અને પીચકારીની ઘરાકી ખુલી હતી. ખજુર અને ધાણીના ભાવમાં ગત વર્ષ કરતા નજીવો પ્રતિ કિલો રૂ. 10થી 20નો વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ ઝાલાવાડમાં હોળીની પ્રજવલીત અગ્ની પરથી વરસાદનો વરતારો કરવાની પરંપરા હજુ પણ અકબંધ છે.

ઝાલાવાડમાં રંગોનો તહેવાર હોળી-ધૂળેટીની ઉજવણી કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે જિલ્લાભરમાં હોલીકા દહન સાંજના સમયે કરવામાં આવનાર છે. ત્યારે તહેવારો પુર્વે સુરેન્દ્રનગરની બજારોમાં પીચકારી, ધાણી, દાળીયા, ખજુરની મોટાપાયે ઘરાકી ખુલી હતી. સુરેન્દ્રનગરના ટાંકી ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક સહીતના વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાને અને રસ્તા પર લારીવાળાઓ ખજુર, ધાણી, પીચકારી વેચતા નજરે પડી રહ્યા હતા.

ઝાલાવાડમાં છેલ્લા થોડા વર્ષોથી હોળી-ધુળેટી પર્વે હરવા-ફરવાનું ચલણ વધી ગયુ છે. ધુળેટીના દિવસે એટલે કે, તા. 8મી માર્ચના રોજ જાહેર રજા છે. જયારે તા. 5મીએ રવીવારે રજા હતી. આથી સોમવાર, મંગળવારની રજા રાખીને નોકરીયાતો મીની વેકેશન માહોલ બનાવી ફરવાના મુડમાં આવી ફરવા નીકળી ગયા છે.


  • Follow us on: