વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં ગતરાત્રે હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો . આ અંગે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવતા ગણતરીના સમયમાં પોલીસે માથાભારેને દબોચી લીધો હતો. અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના અભરખા હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે.
વડોદરા નજીકના પાદરામાં યાસીન વહોરા નામના શખ્સનો ભારે ત્રાસ છે. નગરના લોકોને અવાર-નવાર તેની દાદારીગીનો કડવો અનુભવ થતો રહે છે. ક્યારેક તે ડોન બનવાનો અભરખો પુરો કરવા મારામારી પણ કરી દે છે. બને ત્યાં સુધી સામાન્યજન તેનાથી દુર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાત્રીના સમયે યાસીન વહોરાએ પાદરામાં હોમગાર્ડ જવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તે બાદ તેણે હોમગાર્ડ જવાનને પાડી દઇ, તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.













