• જિલ્લા પોલીસ વડાએ રૂપિયા 5 હજાર રોકડા અને પ્રશસ્તીપત્ર એનાયત કર્યા

  • મહિલા શનીવારે રાત્રે 3-00 કલાક આસપાસ કેનાલમાં પડયા હતા
  • મહિલા કેનાલમાં પડી હોવાની જાણ થતા નાગરભાઈએ કેનાલમાં ઝંપલાવ્યુ હતુ

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતી મહિલા શનીવારે રાત્રે 3-00 કલાક આસપાસ કેનાલમાં પડયા હતા. આ સમયે નાઈટ પેટ્રોલીંગમાં રહેલ પોલીસ જવાને પળવારનો વિચાર કર્યા વગર કેનાલમાં ઝંપલાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાએ નાઈટ રાઉન્ડમાં રહેલ બન્ને પોલીસ જવાનોને પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માનીત કર્યા હતા.

સુરેન્દ્રનગરમાં 80 ફુટ રોડ પર રહેતા પરીવારની એક મહિલાને શનીવારે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી મહિલાએ પ્રથમ તો પોતાની દવાની વધુ પડતી ટેબલેટ ખાઈ લીધી હતી. ત્યારબાદ રિક્ષા કરીને શનીવારે રાત્રે 2-30 કલાકે દુધરેજ કેનાલમાં ઝંપલાવવા પહોંચી. આ સમયે નાઈટ પેટ્રોલીંગમાં ફરી રહેલા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ નાગરભાઈ દલવાડી અને રવીરાજસીંહ રામદેવસીંહ ઝાલા કેનાલ પહોંચ્યા હતા. અને મહિલા કેનાલમાં પડી હોવાની જાણ થતા જ નાગરભાઈએ તુરંત કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. અને મહિલાને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ વાત સામે આવતા સોમવારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ બન્ને પોલીસ કર્મીઓને સન્માનીત કર્યા હતા. જેમાં બન્ને પોલીસ કર્મી નાગરભાઈ અને રવીરાજસીંહને પ્રશસ્તીપત્ર અને રૂપીયા 5 હજાર રોકડા અપાયા હતા. નોંધ કરવા મહેકમ શાખાને પણ જણાવાયુ છે.


  • Follow us on: