- અશ્વ સંસ્કૃતિની જાળવણી સાથે લોકો પ્રજાતિથી માહિતગાર થાય
- તે હેતુથી અશ્વ મહોત્સવનું ભવ્ય આયોજન
- જસરાનો સીમાડો અશ્વોની હણહણાટીથી ગુંજી ઊઠયો
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રિ નિમિતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષે ગુજરાત સહિત વિવિધ પ્રદેશોના જાતવાન અશ્વોનો મેળો ભરાય છે જેને મહા શિવરાત્રીના લોક મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેળાના આજે ત્રીજા દિવસે મોટી સંખ્યામાં અશ્વ- ઊંટોએ વિવિધ હરીફઈઓ અને દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તો બીજી તરફ્ રાજસ્થાની- પંજાબી પોશાક સાથે ઊંટ સવારોએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
જસરા અશ્વ મેળામાં રેવાળ પાટી દોડ, નાચ અને વિવિધ હરિફઇઓમાં એકથી ત્રણ નંબર સુધી અશ્વોને આપવામાં આવ્યા હતા.બુઢેશ્વર મહાદેવ મેળા સમિતીના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતુંકે શ્રાજ્યના સૌથી મોટા મેગા અશ્વ મેળાનું આ 13 મી વખત આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ પ્રજાતિના અશ્વો બોલાવી લોકોમાં અશ્વોની પ્રજાતિ વિશે માહિતગાર થાય અને અશ્વ પાલકોની ખુશી જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો છે.આ વખતે આપણી કાંકરેજી ગાયને રાષ્ટ્ર કક્ષાએ ઓળખ મળે તે માટે શ્રોષ્ઠ કાંકરેજી ગાય, વાછરડા અને નંદી વચ્ચે પણ હરીફઈ રાખવામાં આવી છે.










