- મકાન ધરાશાયી થતા 6 વ્યક્તિઓ દટાયા
- કાટમાળ નીચે દટાયેલાની શોધખોળ શરુ
- પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે
જુનાગઢમાં કડિયાવાડમાં મકાન ધરાશાયી થયુ છે. જેમાં 6 વ્યક્તિઓ દટાયા છે. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલાની શોધખોળ શરુ કરવામાં આવી છે. તેમજ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે. તથા સ્થાનિકો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે. જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા 1નું મોત થયુ છે.

કાટમાળ હટાવવા JCBની મદદ લેવાઈ
કાટમાળ હટાવવા JCBની મદદ લેવાઈ રહી છે. તેમજ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. કલેક્ટરે જણાવ્યું છે કે લોકોના જીવ બચાવવાનો પ્રયાસ ચાલુ છે. ઝડપથી લોકોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. નીચે ફસાયેલા લોકો મદદ માટે બુમો પાડે છે.

પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય છે. ત્યારે મેયર ગીતા પરમારે જણાવ્યું છે કે બચાવની કામગીરી સતત ચાલુ છે. તથા ડેપ્યુટી મેયરે નિવેદન આપતા જણાવ્યું છે કે 10 - 15 મિનિટમાં રેસ્ક્યુ શરૂ થઈ ગયું છે. ભારે વરસાદે મકાનના પાયા તોડી નાખ્યા હતા. તથા આ મકાનને કોર્પોરેશને નોટિસ પણ આપી હતી.









