શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ખદેડવાની તેમ સાથે લલ્લા બિહારીના કાર્મ હાઉસ સહિત કાચા-પાકા મકાનો દૂર કરાવા પછી હવે ચંડોળા તળાવ અને આસપાસમાં વસતા ૮,૦૦૦ જેટલા ગૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગરીબ આવાસ યોજના (EWS) હેઠળ મકાનો ફાળવવાનો AMCએ મહત્વનો નિર્ણય લીધો છે.


તબક્કાવાર રીતે આ તમામ દબાણો દૂર કરાશે
ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું છે અને તબક્કાવાર રીતે આ તમામ દબાણો દૂર કરાશે.

દાણીલીમડા વોર્ડ ઓફિસમાંથી રૂબરૂમાં ફોર્મ અપાશે
ચંડોળામાં ઝુંપડાવાસીઓને EWS મકાનો માટે દાણીલીમડા વોર્ડમાંથી જ ફોર્મ આપવામાં આવશે. સામાન્ય રીતે AMC દ્વારા EWS મકાનો માટે ઓનલાઈન ફોર્મ પણ જારી કરવામાં આવે છે અને AMCની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને તે મેળવી શકાય છે. પરંતુ ચડોળાના ઝુંપડાવાસીઓને વિકલ્પ આપવામાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુસર વોર્ડ ઓફિસમાંથી રૂબરૂમાં જ મેન્યુઅલ ફોર્મ આપવામાં આવશે.

ખોટા લોકો લાભ ન લે તે માટે પુરાવાનું પોલીસ વેરિફિકેશના
ચંડોળા તળાવ અને પરિસરમાં રહેતા ફક્ત ભારતીય નાગરિકત્વના પુરાવા ધરાવનારને જ વિકલ્પ અપાશે. બાંગ્લાદેશીઓ માટે આ સ્કીમ નથી. ચંડોળામાં વર્ષોથી બાગ્લાદેશીઓ રહેતા હોવાના આક્ષેપો તથા બાંગ્લાદેશીઓએ રાજકીય આગેવાનોના લેટરપેડના આધારે જાતજાતનાં પુરાવા ઉભા કરી લીધા હોવાની આશંકા મામલે તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે. બાંગ્લાદેશીઓ આ યોજનાનો લાભ લઇ ના જાય તે માટે જે લોકો મકાન મેળવવા માટે પુરાવા રજૂ કરશે તેનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવશે સાત ઝોનમાં ૮.૨૫૪ આવાસનુ નિર્માણ કાર્ય ચાલુ છે તે આવાસ ફાળવવામાં આવશે.

ચંડોળા તળાવમાંથી ૧.૫૦ ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં પુરાણ કરીને ફાર્મહાઉસ અને ઝુંપડા વગેરે બનાવી બાંગ્લાદેશીઓને આશરો આપનારા લલ્લા બિહારીનાં ગેરકાયદે દબાણો નેસ્તનાબૂદ કરી નાખ્યા બાદ હવે બાકીનાં ગેરકાયદે ઝૂંપડા દૂર કરી તળાવને દબાણમુક્ત બનાવવા માટે બીજા તબક્કાની કાર્યવાહી અંતર્ગત ઝુંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતાં મકાનો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૩ લાખની આવક ધરાવતા ઝૂંપડાવાસીઓને શહેરના સાતેય ઝોનમાં EWS હેઠળ બની રહેલા મકાનામાં વિકલ્પ અધાશે. DYMC રિધેશ રાવલે જણાવ્યું હતું કે, ચંડોળાને ઝુંપડામુક્ત કરવા માટે AMC અને કલેક્ટર કચેરી દ્વારા ડીમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે.ચંડોળા તળાવમાંથી ૧.૫૦ ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે.
  • Follow us on: