લાભ પાંચમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 20 દિવસે તૈયાર થયેલાં વિશેષ વાઘા અને સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે.આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે સાળંગપુરમાં બિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિશેષ વાઘા અર્પણ કરાયા છે.


[[$googlead]]

દાદાને કરાયો વિશેષ શણગાર

આ સાથે આવતીકાલથી વડતાલમાં શરૂ થતાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની નિમિત્તે વડતાલ મંદિરની થીમનો સિંહાસને શણગાર કરાયો છે.આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામીએ કરી હતી. આ પછી શણગાર આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાની આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લઈને ધન્યતા અનુભવી હતી.આજે લાભ પાંચમના દિવસે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશી વર્કવાળા અને ગુલાબ સહિતના ફુલની ડિઝાઈનવાળા વાઘા અર્પણ કરાયા છે.

[[$alsoread]]


વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર

આ સાથે આવતીકાલથી વડતાલમાં બિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત દાદાના સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. આ પ્રતિકૃતિ વડોદરામાં ચાર લોકોએ ત્રણ દિવસમાં તૈયાર કરી છે. અહીં તેનો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3-3 કલાકનો સમય લાગ્યો હતો.

રોશનીથી સજાવાયું મંદિર

સાળંગપુર મંદિરને રોશનીથી સજાવાયું છે,મંદિર પરિસરને રોશનીથી સજાવાતા ચારેય બાજુથી મંદિર ઝગમગી ઉઠયું હતુ,મંદિર તેમજ ગોપાળાનંદ યાત્રિક ભવન સાથે સાથે ભોજનાલય પર પણ રોશની કરવામા આવી હતી,મંદિરમાં ભકતોએ પણ સેલફી લીધી હતી અને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા,દર વખતની જેમ આ વખતે પણ મંદિરને રોશનીથી સજાવાયું છે.

રાજમહેલ જેવું બિલ્ડીંગ

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.


  • Follow us on: