- રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ
- ઠેર ઠેર ખાડાથી વાહનચાલકોને ભારે હાલાકી
- આજી ડેમ ચોકડી સર્કલ નજીક ખાડા જ ખાડા
રાજકોટ શહેરમાં વરસાદ બાદ અલગ-અલગ વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા છે,સંદેશ ન્યૂઝ હરહંમેશની જેમ લોકોની સમસ્યાને વાચા આપતું રહ્યું છે અને વાચા આપશે,ત્યારે સંદેશ ન્યૂઝના કેમેરામાં આજી ડેમ ચોકડી પાસે જે ખાડા પડયા છે તે કેમેરામાં કેદ થયા છે,આ ખાડાને પગલે શહેરીજનો અને વિધાર્થીઓને હાલાકી પડી રહી છે.
રાજકોટમાં ખાડા રજા યથાવત જોવા મળ્યું
શહેરના ભાગોળે આવેલા આજી ડેમ ચોકડી સર્કલ ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે.એક તરફ મનપા લોક દરબાર યોજી રહ્યું છે બીજી તરફ રાજકોટવાસીઓ ખાડા રાજથી પરેશાન થયા છે,આજી ડેમ તરફ જવાના રસ્તે ચાર રસ્તા પર જ આ મોટા ખાડા જોવા મળ્યા છે,વાહનચાલકોના વાહન પણ આ ખાડામાં પછડાય છે જેના કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે.ખાડા રાજથી ક્યારે મુક્તિ મળશે એ સવાલ છે અને તંત્ર પણ આ બાબતે મૌનસેવી રહ્યું છે.

તંત્રની સામે સ્થાનિકોમાં ભારે રોશ
વરસાદ બાદ રોડની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે,ત્યારે લોકો તંત્ર સામે રોશ કાઢી રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે કે,આટલા મોટા ખાડા લોકોને દેખાય છે તો તંત્રને કેમ દેખાતા નથી તેને લઈ રોશની લાગણી જોવા મળી રહી છે,તંત્ર પણ રસ્તાને લઈ કહેવા તૈયાર નથી ના તો તંત્ર કોઈ કામગીરી રહ્યું છે,છેલ્લે આ સમસ્યાનો સામનો પ્રજાજનો કરી રહ્યાં છે,ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોને આ ખાડામાંથી કયારે મુકતિ મળશે.
શહેરમાં અનેક જગ્યાએ ખાડારાજ
રાજકોટ શહેરમાં ફકત આજીચોકડી પાસે નહી પરંતુ,શહેરમાં અનેક જગ્યાએ ખાડા જોવા મળ્યા છે,તંત્ર પણ આ કામગીરીને લઈ મગનું નામ મરી નથી પાડી રહ્યું,સ્થાનિકો ટેકસ પૂરતો ભરે છે પરંતું શહેરમાં સુવિધાના નામે મીડું જોવા મળે છે,તંત્ર પણ આળસ ખંખેરીને કામગીરી કરે તે જરૂરી બન્યું છે.









