• હિરપુરા ગામે સેલ્ફોસની ગોળી ખાઈ કર્યો આપઘાત
  • મૃતક મનોજ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ
  • વ્યાજખોરોના નામ લખી કર્યો આપઘાત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ મહિલા પ્રમુખ રેણુકાબેન પટેલના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મનોજભાઇ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે,હાલ તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,તો પરિવારનું કહેવું છે કે,જયાં સુધી આરોપીઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

[[$googlead]]

દીપાભાઈ ઉર્ફે રેણુસિંહ, સંજય દેસાઈ , પિયુષ દેસાઈ અને ભરત પટેલ નામના વ્યાજખોરોના કારણે આપઘાત કર્યો હોવાનું પરીવારજનોનો આક્ષેપ છે,તો પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે.તો બીજી તરફ પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી છે,પોલીસે ફોન અને સુસાઈડ નોટના આધારે કાર્યવાહી હાથધરી છે,જેમ જેમ તપાસમાં વધુ નામ ખુલશે તેમ વધારે લોકોને બોલાવીને પૂછપરછ હાથધરવમાં આવશે.

[[$alsoread]]


રાજકીય આગેવાનો થયા એકઠા

કોગ્રેસ નેતાના પતિ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતા રાજકીય આગેવાનો એકઠા થયા છે. વિજાપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.પોલીસે આરોપીઓને શોધવાની પ્રક્રિયા તેજ કરી છે.   

  • Follow us on: