• ઓર્ચિડ લેજેંસીના 1501-1504 મકાનમાં ગાંજાની લેબ
  • FSLના અધિકારીની હાજરીમાં રેડ કરી હતી: પોલીસ
  • રવિ પ્રકાશ, વિરેન પ્રભાત અને રિતીકા ઝારખંડના રહેવાસી

અમદાવાદના બોપલમાંથી ગાંજાની લેબ ઝડપાઈ છે. જેમાં ઓર્ચિડ લેજેંસીના 1501-1504 મકાનમાં ગાંજાની લેબ શરૂ કરવામાં આવી હતી. તેમજ મકાનમાંથી ગાંજાના 96 છોડ મળ્યા છે. પોલીસે FSLના અધિકારીની હાજરીમાં રેડ કરી હતી.

1000 ગ્રામ ગાંજો મળ્યો છે જેની કિંમત 1.15 લાખ

[[$googlead]]

રવિ પ્રકાશ, વિરેન પ્રભાત અને રિતીકા ઝારખંડના રહેવાસી છે. તેઓ આ લેબ ચલાવતા હતા. પોલીસે વધુમાં જણાવ્યું છે કે ગાંજાના છોડની હાઈડ્રોપોનિક્સ ખેતી કરતા હતા. ગુજરાતમાં પહેલી વખત ઝડપાયા છે. તેમજ રવિ પ્રકાશ એગ્રીકલ્ચરનું ભણેલો છે. તે ઈલેક્ટ્રીક સર્કીટથી પાણી આપતા હતા. 16-20 ડીગ્રી ગરમી રહે તે માટે સિસ્ટમ રાખી હતી. તથા 80 ડીગ્રીથી તાપમાન વધારતા ન હતા. રીતીકા આ મેન્ટેન કરતી હતી. 1000 ગ્રામ ગાંજો મળ્યો છે જેની કિંમત 1.15 લાખ છે. તેમજ 4.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

[[$alsoread]]

પોલીસે જણાવ્યું છે કે હજી ગાંજો વેચાયો નથી, પાવડર મળ્યો

પોલીસે જણાવ્યું છે કે હજી ગાંજો વેચાયો નથી, પાવડર મળ્યો છે. તથા ભાડુઆતની નોંધણી નહી હોય તો મકાન માલીક પર પણ કાર્યવાહી થશે. અમદાવાદમાં શાંતીપુરા સર્કલ પાસે ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળતા અમદાવાદમાં બોપલમાં શાંતીપુર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ લેજેંસીમાં માદક પદાર્થની લેબ 15માં માળે આવેલા ભાડાના મકાનમાં માદક પદાર્થના છોડ ઉગાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન માદક પદાર્થની લેબ ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન 200 કુંડામાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. મળતી માહિતી ઝારખંડના રહેવાસી મુજબ માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવામાં માદક પદાર્થની લેબ ઝડપી લીધી

અનેકવાર આવા કારસ્તાનનો પોલીસ તંત્ર પર્દાફાશ કરે છે. આવા લોકોને કઇને કઇ મોકો મળી જાય છે. પોલીસના નાકનીચેથી માદક પદાર્થીની મોટી લેબો ખોલે છે. આખરે પોલીસે આ સમગ્ર મામલે કડક તપાસ કરતા અમદાવામાં માદક પદાર્થની લેબ ઝડપી લીધી છે. માદક પદાર્થની લેબમાં 1 યુવતી અને 2 યુવકો માદક પદાર્થની ખેતી કરી રહ્યા હતા તે જ દરમિયાન દરોડા પાડ્યા હતા.


  • Follow us on: