સુરેન્દ્રનગર જિલ્લાનાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતો વર્ષ: ૨૦૨૪-૨૫ અન્વયે બાગાયત ખાતાની ચાલુ તથા નવી યોજનાઓ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે “આઈ –ખેડૂત” પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.


ઓનલાઈન કરો અરજી

બાગાયતી ખેતી કરતા ખેડૂતો પપૈયા, કેળ, ટીસ્યુકલ્ચર ખારેક, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતી, ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગના યુનિટ, વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારશ્રીની યોજનાનો લાભ લેવા માટે તા. ૧૫.૧૨.૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ખેડૂતો મેળવો લાભ

આ વિવિધ ઘટકો હેઠળ સરકારની સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭- ૧૨, ૮-અ ના અદ્યતન ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૦૭-૦૮, બ્લોક-સી, બહુમાળી ભવન, બેરાળી રોડ સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

  • Follow us on: