ઇડરના નિવૃત્ત શિક્ષકને પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો છે. ઓનલાઇન ક્વેક ક્વેક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો હતો. જોકે શિક્ષકે યુવતી સાથેની મુલાકાતની હૈયે હરખ સાથે ચેટિંગ કર્યા બાદ મુલાકાત ગોઠવી હતી ત્યારે યુવતીએ નિવૃત્ત શિક્ષકને અમદાવાદ ખાતેના ખાનગી રેસિડેન્ટ એરિયામાં બોલાવી શિક્ષક પાસેથી રૂપિયા 15 લાખની માંગણી કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો છે.


નિવૃત્ત શિક્ષકે પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવવાની લાયમાં હાલ તો તેને પોતાની ઈજ્જત પણ ગુમાવી છે સાથે સાથે એક લાખ 15 હજારની રકમ હનીટ્રેપ જેવી ગેંગનો શિકાર બનતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રેમમાં ફસાવી નિવૃત શિક્ષકને મળવા બોલાવ્યા

ઈડર તાલુકાના રતનપુરના નિવૃત શિક્ષક સાથે નજીકના મણિયોર ગામની વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતી જીવતી અને તેની માતાએ ક્વેક ક્વેક ડેટિંગ ઓનલાઇન એપ્લિકેશન થકી નિવૃત્ત શિક્ષકે મહિલા સાથે સંપર્ક કર્યો હતો. પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના શિક્ષકને ખૂબ અઘરો પડ્યો છે. ઈડરના મણિયાર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા પુત્રી એ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યો હતો.

શિક્ષકને દબોચી લઈ રૂપિયા 15 લાખની માંગણી

જોકે અમદાવાદની ખાનગી રેસીડેન્સી વિસ્તારમાં યુવતીએ નિવૃત શિક્ષકને મળવા માટે બોલાવ્યો હતો ત્યાં મુલાકાત દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લઈ રૂપિયા 15 લાખની માંગણી કરી હતી. જોકે શિક્ષકે 15 લાખની બદલે એક લાખ પંદર હજાર રૂપિયા જીવતીને આપી અમદાવાદમાંથી નીકળવામાં સફળ રહ્યો હતો. સામાન્ય રીતે આજના આધુનિક યુગમાં ઓનલાઇન એપ્લિકેશન સહિત ખોટા પ્રેમઝાડની વાતોમાં નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હનીટ્રેપ ગેંગના સાત પૈકી 6 લોકોને જેલમાં સળિયા પાછળ ધકેલાયા છે.

સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ

સામાન્ય રીતે આધુનિક ટેકનોલોજી સહિત ડિજિટલ યુગમાં હનીટ્રેપ જેવી ઘટના બનવી સામાન્ય બાબત જેવી લાગતી હોય છે. જોકે ઈડર તાલુકાના રતનપુરના નિવૃત્ત શિક્ષક શિક્ષણ સહિત જીવનનું જ્ઞાન હોવા છતાં પણ હનીટ્રેપ જેવી ધટનાની જાળમાં ફસાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જોકે ફરિયાદી શિક્ષકે સ્ટાર્કતા દાખવી સ્થાનિક પોલીસની મદદ લઈ અમદાવાદ ખાતે નક્કી થયેલી રકમ સ્વીકારવા માટે આવેલી હનીટ્રેપ ગેંગને ઝેલના સળિયા પાછળ ધકેલવામાં મદદરૂપ બન્યાં છે. ત્યારે ભૂતકાળમાં પાટણ, જસદણ, સુરત, પ્રાંતિજ, નરોડા, સહિતના પોલીસ મથકે હનીટ્રેપ, લૂંટ, અપહરણ, જેવા ગુનાહિત ગુના પણ નોંધાઈ ચુક્યા છે. હાલ ઈડર પોલીસે આરોપી ઓને દબોચી લઈ ન્યાયાલિક પ્રક્રિયા સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હનીટ્રેપ જેવી ગેંગ સામે કડક કાર્યવાહીની માગ

હાલના સમયે પત્ની, સમાજ સહિત સામાજિક ક્ષેત્રે પોતાની ઈજ્જત ગુમાવનાર નિવૃત્ત શિક્ષકે હનીટ્રેપ ગેંગના સાત સભ્યો સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ નિવૃત્ત શિક્ષકે હિંમત દાખવી હનીટ્રેપ જેવી ગેંગ સામે કડક કાર્યવાહીની રજૂઆત સામે અવાજ બુલંદ કર્યો છે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં હનીટ્રેપ ગેંગના સાત ઇસમો સામે તપાસ દરમિયાન કેવા અને કયા પ્રકારના ખુલાસા થાય છે.


  • Follow us on: