ઈડરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા અગમ્ય કારણોસર અગાઉ અબોલ જીવ પર એસિડ એટેકના બનાવ બન્યા હતા. થોડાક મહિના અગાઉ ગાય ઉપર પાંચ હાટડીયા વિસ્તારમાં એસિડ એટેક કરવામાં આવ્યો હતો.


બાદમાં ફરી એક વખત રવિવારે નગરપાલિકા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આખલા ઉપર પર એસિડ એટેક કરવામાં આવતાં આખલાના શરીરની ચામડી દાઝી ગઈ હતી. જેને લઈને ભગીરથ જીવદયા ટીમ દ્વારા નંદીની સારવાર કરવામાં આવી હતી અને આ ઘટનાથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. ઈડરમાં વારંવાર બનતા આવા બનાવોને ઈરાદાપૂર્વક અંજામ આપતા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો તેમ નહીં થાય તો આગામી સમયમાં આવી ઘટનાઓને કારણે શહેરની શાંતિમાં ખલેલ પહોંચી શકે તેવી દહેશત પણ વ્યકત કરાઈ રહી છે.


  • Follow us on: