- બાઈક ચાલકોએ હેલમેટ નહિ પહેર્યું હોય તો ઈ-મેમો આવશે
- પહેલા ટ્રાફિકના 3 નિયમો તોડનારાને આવતા હતા ઈ-મેમો
- રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો ઈ-મેમો આવશે
અમદાવાદમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ટુ-વ્હીલર પર બેથી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો આવશે. તથા ટ્રાફિકના 16 જેટલા નિયમોને લઈને ઈ-મેમો આવશે. જેમાં પહેલા ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.
રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો ઈ-મેમો આવશે
રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો ઈ-મેમો આવશે. તેમજ રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો ઈ-મેમો આવશે. તેમજ BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. તથા ફોર-વ્હીલમાં ડાર્ક ફિલ્મ હશે તથા ડ્રાઈવિંગ કરતા મોબાઈલ પર વાત કરતા હશે તો ઈ-મેમો આવશે. તેમજ HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો અને ટુ-વ્હીલર પર બેથી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો આવશે.
નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ હશે તો આવશે ઈ-મેમો
ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહિ હોય તો ઈ-મેમો, રોડ પર આડેધડ પાર્કિંગને લઈને ઈ-મેમો આવશે, નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ હશે તો આવશે ઈ-મેમો તેમજ સીટ બેલ્ટ નહિ પહેર્યો હોય તો ઈ-મેમો આવશે. સાથે જ બાઈક ચાલકોએ હેલમેટ નહિ પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો અને નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરેલું હશે તો ઈ-મેમો આવશે.










