- નવસારીમાં મદદના નામે ATM કાર્ડ બદલતી ટોળી ઝડપાઈ
- વ્યક્તિને ભોળવી ATM કાર્ડ બદલી લેતી ટોળકી સક્રિય
- ATM કાર્ડ બદલ્યા બાદ વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપાડતા
ATMમાં પૈસા ઉપાડવા જાવ છો તો સાવધાન રહેજો. નવસારીમાં મદદના નામે ATM કાર્ડ બદલતી ટોળી ઝડપાઈ છે. વ્યક્તિને ભોળવી ATM કાર્ડ બદલી લેતી ટોળકી સક્રિય થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ATM કાર્ડ બદલ્યા બાદ વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપાડતા હતા.
ચીખલીમાં ATM કાર્ડ બદલી 7500 રૂપિયા ઉપાડ્યા હતા
ચીખલીમાં ATM કાર્ડ બદલી 7500 રૂપિયા ઉપાડ્યા હતા. આરોપીઓ પાસેથી અલગ અલગ 25 ATM કાર્ડ મળ્યા છે. નવસારીના લુન્સીકુઈ નજીકથી 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ મહારાષ્ટ્રના 7 લોકો સાથે છેતરપિંડી કરી છે તેવી કબૂલાત કરી છે. રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિને ભોળવી તેના ATM કાર્ડ બદલી લેવામાં ટોળકી માહીર છે. ATM કાર્ડ બદલ્યા બાદ વ્યક્તિના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા
આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કોના કુલ 25 ATM કાર્ડ મળ્યા
આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કોના કુલ 25 ATM કાર્ડ મળ્યા છે. આરોપીઓએ ચીખલીમાં ATM કાર્ડ બદલી 7500 રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યાંથી ભાગી નવસારીમાં કસબ અજમાવવા જાય એ પૂર્વે નવસારી LCB ના હાથે ઝડપાયા હતા. LCB પોલીસે શહેરના લુન્સિકુઈ નજીકથી ટોળકીના 5 સભ્યોની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપાયા છે.









