રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા જેમાં નંદનવન રેસિડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ડેરીને નોટિસ આપી 205 કિલો અખાધ મિઠાઈનો નાશ કરવામાં આવ્યો છે, ડેરીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ પણ આપવામાં આવી છે, તો અલગ અલગ સ્થળોએ આઈસ્ક્રીમના નમૂના લેવાયા છે.


[[$googlead]]

ડેરીમાંથી અખાદ્ય જથ્થો મળીઆવ્યો હતો

રાજકોટમાં ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા જન આરોગ્યની ચિંતા કર્યા વગર વાસી અને રોગકારક વસ્તુઓ ગ્રાહકોને પધરાવાતી હોય છે. નંદનવન રેસિડેન્સી જય વિજય છાત્રાલય પાછળ આવેલ દામોદર ડેરીમાંથી આવો જ ૨૦૫ કિલો જથ્થો મળીઆવતા મનપાની આરોગ્ય શાખાએ તેનો નાશ કરીને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા માટે નોટિસ ફટકારી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નંદનવન રેસીડેન્સી, શોપ નં.૮-૯, જય વિજય છાત્રાલય પાછળ, આવેલ "દામોદર ડેરી ફાર્મ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી થયેલ અલગ અલગ પ્રકારની મિક્ષ દૂધની અખાદ્ય મીઠાઈ, માવો, એક્સપાયરી થયેલ ક્રંચ દાણા, ચોકલેટ દાણા તથા ચટણી વગેરે મળીને કુલ ૨૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળીઆવ્યો હતો.

[[$alsoread]]

ખાધ્ય ચીજોના કુલ ૩૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરી

પેટ અને આંતરડાના રોગ નોતરે તેવો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હતો જેનો નાશ કરાયો છે અને પેઢીને નોટિસ ફટકારી આરોગ્ય પ્રદ સ્થિતિ જાળવવા માટે તાકિદ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હૂડકો કોઠારીયા મેઈન રોડ તથા સાંઈબાબા સર્કલ થી રોલેક્ષ રોડ- કોઠારીયા વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરી સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ચારે નમૂનાના પૃથ્થકરણ રિપોર્ટ આવે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે

મનપાની ટીમ દ્વારા આઈસક્રીમના ચાર નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયાછે જેમાં માયાણી ચોકમાં ઓમ સાઈ ટ્રેડિંગ બેકબોન શોપિંગ સેન્ટર ખાતેથી વાડીોલ ગોરમેન્ટ ક્રન્ચી બટરસ્કોચ આઈસક્રિમ તેમજ વાડીલાલ ફ્લેવર વેનીલા આઈસક્રિમનો નમૂનો લેવાયો હતો.મવડી મેઈન રોડ ઉપર નવલનગર-૪માં આવેલ શ્રુતિ એન્ટરપ્રાઈઝ ખાતેથી હેવમોર રાજભોગ અને બ્લોક બસ્ટર મેંગો મેજીક વ્હાઈટ કોટેડ આઈસક્રીમનો નમૂનો લેવાયો હતો. ચારે નમૂનાના પૃથ્થકરણ રિપોર્ટ આવે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.

  • Follow us on: