આપણે ઉનાળાની સીઝનમાં જવાલાયક જગ્યાઓની શ્રેણી વિશે વાત કરી રહ્યા છીએ. ઉનાળાની સીઝનમાં ફરવા માટે શ્રેષ્ઠ, ઠંડી અને ઓફબીટ જગ્યાઓ જે સુકૂનની સાથે મજા પણ આપે. આજે હિમાચલની એવી ઓફબીટ જગ્યાઓ વિશે વાત કરીએ જે આ ઉનાળામાં ચોક્કસ એક્સપ્લોર કરી શકશો.
કસૌલી
હિમાચલના ખોળામાં વસેલું કસૌલી એવા લોકો માટે પરફેક્ટ છે જેમને શહેરની ભીડભાડથી દૂર શાંત જગ્યાએ જવાની અને ફરવાની ઇચ્છા હોય. કસૌલી જવું હોય તો ચંદીગઢ પહોંચી જવું, ત્યાંથી એ જગ્યા ખૂબ જ નજીક છે. ચંદીગઢથી કસૌલી બે કલાક દૂર છે, તો તમે સહેજેય થાક વગર સરળતાથી પહોંચી જશો. કસૌલીની ગુલાબના છોડવાળી શેરીઓ, પથ્થરના રોડ અને ત્યાંનાં મકાન તેમજ બગીચાઓ અત્યંત સુંદર છે. આ જગ્યા તમને માનસિક શાંતિ અને સુખ આપે છે. અહીં જોવાલાયક અનેક જગ્યાઓ છે. જેમ કે, મંકી પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, બાબા બાલકનાથ ટેમ્પલ, ગુરખા ફોર્ટ વગેરે. અહીં ટોય ટ્રેનનો આનંદ પણ લેવાલાયક છે.
ચૈલ
જો તમે ચંદીગઢથી શિમલા જવાની ઇચ્છા રાખતા હોવ તો વચ્ચે ચૈલ કરના એક્સપ્લોર કરવાનું ન ચૂકશો. શિમલાની સરખામણીમાં અહીં કુદરતી સૌંદર્ય વધારે છે, કેમ કે અહીં જનવસ્તી ઓછી છે. ચૈલનું કુદરતી સૌંદર્ય તમને માનસિક શાંતિ આપશે. ચૈલ આખું ઘટાટોપ દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલું છે. એટલે લીલોતરી અહીં ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. જે લોકો કેમ્પિંગના શોખીન છે એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. રાત્રિના સમયે ચૈલની સુંદરતા માણવાલાયક બની જાય છે. આ જગ્યા ઉપર તમને દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ મેદાન જોવા મળશે. અહીં પહોંચવા માટે પણ ચૈલ પહોંચવું વધારે સરળ બની જશે, કેમ કે આ જગ્યા ચંદીગઢથી 106 કિમી દૂર છે, જે કવર કરતાં માત્ર 3.5 કિમી સમય લાગે છે.
બરોટી ઘાટી
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત બરોટી ઘાટીમાં તમને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરવા મળશે. આ સમયે ઠંડકનો અનુભવ કરવા માંગતા હોવ તો ચોક્કસ આ સ્થળે પહોંચી જવું. બરોટી ખીણ દરિયાથી 1830 મીટર ઊંચાઇએ વસેલું છે જ્યાં મોટા મોટા પહાડો અને લીલોતરીથી ભરપૂર જંગલો અને સુંદર નદીઓ છે. અહીં ઉહલ નદી આકર્ષણનું કેન્દ્ર છે. એ સિવાય અહીં વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી પણ છે, જ્યાં તમને હિમાચલન મોનાલ, જંગલી બિલાડી, જંગલી વાંદરાં તેમજ કાળાં રીંછ જોવા મળી જાય છે.
કનાતાલ
કનાતાલ નાનું અને સુંદર હિલસ્ટેશન છે. જો તમે નાના અને સુંદર હિલ સ્ટેશનને જોવાનો શોખ રાખો છો તો કનાતાલ તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ જગ્યા તમને નેચરની નજીક હોવાનો અનુભવ કરાવે છે. તે મનને શાંત કરે છે અને તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો ચાન્સ પણ આપે છે.
નારકંડા
હિમાચલની દરેક જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં કુદરતે પોતાના હજાર હાથ ન્યોછાવર કર્યા છે એવું તમે ચોક્કસ કહી શકશો. ચારેબાજુ લીલોતરી અને આપણી આસપાસ જે સિમેન્ટ, કોંક્રીટ કે બાવળિયા જોવા મળે છે એના બદલે ત્યાં રસ્તા ઉપર ગુલાબના છોડ ઊગેલા જોવા મળે છે. શિયાળામાં સફેદ ચાદર ઓઢેલું હિમાચલ જેટલું રમણીય લાગે છે એટલું જ ઉનાળામાં લીલાં કુદરતી વસ્ત્રો પહેરીને સુંદર દેખાય છે. જે પર્યટકો શિમલા જઇ રહ્યાં હોય એમણે વચ્ચે ચોક્કસ નારકંડા રોકાઇને તેને એક્સપ્લોર કરવું જોઇએ. નારકંડા શિમલાનું એક નાનું એવું ગામ છે, પણ સુંદરતાની દૃષ્ટિએ એ અવ્વલ છે. અહીં ફરવા માટે નારકંડાનો હાટૂ પિક સુંદર જગ્યા છે. ત્યાં હાટૂ માતાનું મંદિર છે, પણ આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ટ્રેકિંગ કરીને જવું પડશે. ટ્રેકિંગના શોખીન લોકો માટે આ મજાની તક સાબિત થશે.
