ખેડામાં ખનીજ માફિયાઓએ બનાવેલો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓએ બનાવેલો વધુ એક ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. ઠાસરા તાલુકાના અકલાચા ગામથી વડોદરાના ડેસરને જોડતો મહીસાગર નદી પરનો ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. મહીસાગર નદીના વહેણને અવરોધીને અંદાજે 2 કિ.મી લાંબો બ્રિજ ખનીજ માફિયાઓએ બનાવ્યો હતો. અધિકારીઓના આદેશ બાદ મહીસાગર નદી પરનો ગેરકાયદેસર બ્રિજ ખનીજ માફિયાઓએ તોડી પાડ્યો છે.


[[$googlead]]

બેફામ ખનીજ ચોરી કરી પુલ પરથી વહન કરવામાં આવતું

ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાંથી જ કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર બ્લેક સ્ટ્રેપની ખનન કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે,આ બેખૌફ અને બેફામ ખનીજ ચોરી કરી મહીસાગર નદી પર બનાવેલા ગેરકાયદેસર પુલ પરથી તેનું વહન કરવામાં આવતું હતું. આ પુલનો ઉપયોગ ખેડા તેમજ વડોદરા જિલ્લાના મહીસાગર નદી કિનારાના ગામડાઓના લોકો પણ અવરજવર માટે કરતા હતા. ખેડા જીલ્લાના અકલાચા, ધોળાકુવા, ઉંબા, દેવપુરા, મરઘાકુઈ ગામના લોકો વડોદરાના ડેસર જવા માટે પુલનો ઉપયોગ કરે છે. બીજી તરફ વડોદરાના ડેસર, ઈંટવાડ, ડુંગરીપુરા, હિંમતપુરા, ત્રાસિયા, મેરાકુવા, વરસડા, વાલાવાવ જેવા ગામોના લોકો ડાકોર, ઠાસરા આવવા માટે આ પુલનો ઉપયોગ કરે છે.

[[$alsoread]]

ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા ખનીજ માફિયાઓના પ્રયત્ન

અ પુલ તોડી નાખવામાં આવતા આસપાસના સ્થાનિકો જીવના જોખમે પોતાનું વાહન નદીમાં થઈને પસાર કરતા પણ જોવા મળ્યા હતા. ખનન ચોરી કરી પુલનો ઉપયોગ કરવા હવે આસપાસના સ્થાનિકોનો સહારો લઈ તેમના ઓથા હેઠળ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના અનેક પ્રયત્નો ખનીજ માફિયાઓ કરી રહ્યા છે.


  • Follow us on: