- કેટલાક લોકોએ નિઝરમાં ધર્મપરિવર્તન કરાવવાનો કર્યો પ્રયાસ
- જાગૃત નાગરિકોએ બહારના લોકોને ધર્મપરિવર્તન ન કરાવવા સમજાવ્યા
- નિઝર હિંદુ જનજાતિ સંગઠન પણ પહોંચ્યુ હતુ કોઠલી ગામે
તાપીમાં ગેરકાયદે ધર્મપરિવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં નિઝરના કોઠલી ગામે બનાવ બન્યો છે. તેમાં કેટલાક લોકોએ નિઝરમાં ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કર્યો છે. જાગૃત નાગરિકોએ બહારના લોકોને ધર્મપરિવર્તન ન કરાવવા સમજાવ્યા હતા. તથા નિઝર હિન્દુ જનજાતિ સંગઠન પણ કોઠલી ગામે પહોચ્યુ હતુ.
ધર્મપરિવર્તન બાબતની જાણ થતાં લોકો એકસાથે સ્થળ પર પહોંચી ગયા
જિલ્લામાં ગેરકાયદેસર ધર્મપરિવર્તનના વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં નિઝરના કોઠલી ગામે ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે. તેમાં નિઝર બહારથી કેટલાક ખ્રિસ્તી લોકો કોઠલી ગામે ધર્મપરિવર્તન કરવા માટે આવ્યા હતા. તેમાં તાપી જિલ્લામાં ડિસેમ્બર મહિનાના નાતાલ પર્વમાં ધર્મપરિવર્તનના ઘણા મામલાઓ સામે આવે છે. કોઠલી ગામનાં સ્થાનિક જાગૃત લોકોને ધર્મપરિવર્તન બાબતની જાણ થતાં લોકો એકસાથે સ્થળ પર પહોંચી ગયા હતા. તથા સ્થાનિકો અને બહારથી ધર્મપરિવર્તન કરાવા આવેલ લોકો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતુ.
વટલાઈને ખ્રિસ્તી બનેલા લોકો સાથે મામલો ઉગ્ર બન્યો
નિઝરના હિંદુ જનજાતિ સંગઠનને જાણ થતાં તેઓ પણ કોઠલી ગામે પહોંચી ગયા હતા. તથા ધર્મપરિવર્તન કરવા આવેલા બહારનાં લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. તાપી જિલ્લામાં હિંદુ આદિવાસી સંગઠન અને ખ્રિસ્તી લોકો વચ્ચે એક બાદ એક તણાવના બનાવ સામે આવતા રહ્યાં છે. થોડા સમય અગાઉ સોનગઢના ગીધમાળી આયા ડુંગર અને ડોલવણના કાળાકાંકર ડુંગર પર પણ હિંદુ આદિવાસીઓ અને વટલાઈને ખ્રિસ્તી બનેલા લોકો સાથે મામલો ઉગ્ર બન્યો હતો.










