• ઘેટી ડેમ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ઘટના બની હતી

  • વન વિભાગે ચાર શખ્સોને ઘટના સ્થળે જ પકડી પડ્યા હતા
  • ફરાર થયેલ ચાર શખ્સો માંથી 2 હાજર થયા, બેની શોધ ચાલુ

ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં ગેર કાયદેસર સિંહ દર્શન કરનાર તત્વો સામે વનવિભાગે કરી લાલ આખ થોડા દિવસ પહેલા સરસિયા રેન્જ વિસ્તારોમાં આવેલ ઘેટી ડેમ વિસ્તારમાં લાયન શોની ઘટના બની હતી. લાયન શો કરનાર તત્વો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.


ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર તત્વો સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા સરસિયા રેન્જ વિસ્તારમાં વન વિભાગ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર ત્રણ વ્યક્તિઓ ઝડપાયા હતા. તેમની તપાસ દરમિયાન અન્ય લોકો સિંહ દર્શન કરવા બે કાર લઇને આવેલ હોવાના પુરાવા મોબાઈલ માંથી વન વિભાગને મળી આવ્યા હતા.

બે કારમાં આવેલા વ્યક્તિઓ ત્યાં થી કાર લઈ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ, પકડાયેલા ત્રણેય વ્યક્તિઓ સામે વન વિભાગ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ, કારમાં આવેલા બંને શખ્સોની વન વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. થાર કાર લઈને આવેલા બે વ્યક્તિઓ વન વિભાગ સમક્ષ હાજર થતા વન વિભાગે 24 ઓગસ્ટના રોજ એડવાન્સ રિકવરી પેટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વધુ એક ઇનોવા કારમાં સિંહ દર્શન કરવા આવેલા શખ્સોને પકડવાના બાકી છે. ત્યારે, વન વિભાગ દ્વારા 4 વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે, ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર સામે વન વિભાગ કડક કાર્યવાહી કરતા ગેરકાયદે સિંહ દર્શન કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


  • Follow us on: