રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે જેમાં રાજકોટ એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌંભાડનો પર્દાફાશ કર્યો છે,હોમકર નર્સિંગના નામે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,જેમા સરોજ ડોડીયા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ હતા,તો સરોજ ડોડીયાએ 12 પાસ બાદ નર્સિંગ કોર્સ કર્યો હતો.
12 પાસ મહિલા 16 હજારમાં કરતી હતી ગર્ભ પરીક્ષણ
આ સમગ્ર ઘટનામાં પોલીસે જયારે મહિલાની ધરપકડ કરી છે ત્યારે ખુલાસો થયો છે કે,12 પાસ મહિલા પાસે કોઈ ડોકટરનું લાયસન્સ નથી અને તે પ્રેકટિસ કરી રહી હતી,ગ્રાહકો શોધવા મહિલા દલાલો પણ રાખ્યાનું ખૂલ્યું છે,ત્યારે પોલીસે સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેને FSLમાં પણ મોકલી આપ્યો છે,અગાઉ પણ આ રીતે સરોજ ડોડીયા ઝડપાઈ ચૂકી છે.સરોજ ડોડીયા સુધરવાનું નામ નથી લઈ રહી અને તે ગર્ભ પરીક્ષણ કરીને રૂપિયા કમાતી હતી.
આનુવંશિક ક્લિનિક' સિવાય ગર્ભ પરીક્ષણ થઈ શકશે નહીં
ગર્ભ પરીક્ષણ કસોટી નિયમન અને તેનો દુરુપયોગ અટકાવવા માટેનો કાયદો, 1994ની કલમ-3 પ્રમાણે `નોંધાયેલ આનુવંશિક સલાહકાર કેન્દ્ર' અથવા `આનુવંશિક પ્રયોગશાળા' અથવા `આનુવંશિક ક્લિનિક' સિવાય ગર્ભ પરીક્ષણ થઈ શકશે નહીં. આ કાયદામાં એ પણ શરત છે કે કોઈ પણ જન્મ પહેલાંનું પરીક્ષણ જણાવેલ અસામાન્યપણાને શોધવાના હેતુ સિવાય હાથ ધરાશે નહીં.' અસામાન્યપણામાં ક્રોમોસોમલ અને એબ્નોર્માલિટી (અસ્વાભાવિક્તા), આનુવંશિક ધાતુ તત્ત્વની ખામી, હિમોગ્લોબીનોપેશીઝ, લિંગસંબંધી આનુવંશિક ખામીઓ, લોહીની વધુ જમાવટ, અન્ય કોઈ અસ્વાભાવિક્તા (વિચિત્રતા અથવા ખામી)નો સમાવેશ થાય છે.









