• 9 આરોપીઓને આજીવન કેદ અને 20 હજારનો દંડ કરાયો
  • વર્ષ 2013માં ગુંદરણ ગામે બે ભાઇઓની કરી હતી હત્યા
  • આ કેસના એક આરોપીનું અગાઉ મોત થયું છે

અમરેલીના ગુંદરણ ગામના ડબલ મર્ડરના કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ તેમજ 20 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,આજથી 11 વર્ષ પહેલા લીલીયા તાલુકાના વિશ્વ હિન્‍દુ પરિષદમાં પ્રમુખ અને ભાજપના તાલુકા મંત્રી એવા બે કાઠી આગેવાનોની હત્‍યા થયેલ હતી,સાવરકુંડલાની સેસન્‍સ કોર્ટનો સનસનાટી ભર્યો ચુકાદો આવ્યો છે જેમાં એક આરોપીનું ચાલુ ટ્રાયલે મૃત્‍યુ થતા કેસ એબેટ કરી બાકીના 9 આરોપીઓને તકસીરવાન ઠરાવ્‍યા છે.સ્‍પે. પી.પી. દલીલો કોર્ટે સ્વિકારી તમામને સજા ફટકારી છે.

જાણો સમગ્ર કેસની વિગત

અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વહિન્‍દુ પરિષદના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઇ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્‍યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્‍સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્‍યુ થયું હતું. કેસની હકીકત એવી છે કે, તા.30-11-2013ના રોજ અમરેલી જીલ્લાના લિલિયા તાલુકાના ગુંદરણ ગામમાં રહેતા તથા વિ.હિ.પ તથા ભાજપના અગ્રણી એવા કાઠી બંધુઓ ભરતભાઈ પવનભાઈ ખુમાણ તથા અજીતભાઈ પવનભાઈ ખમાણ ગુંદરણ ગામમાં સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉનનું બાંધકામ ચાલુ હતું ત્‍યાં ઉપરોકત બન્ને ગુજરનાર ભાઈઓ હાજર હતાં. તે દરમિયાન સાંજનાં આશરે 4.30 વાગ્‍યાનાં અરસામાં મામદભાઈ નુરમામદભાઈ દલ, ઈમરાનભાઈ મામદભાઈ દલ, ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્‍દુલભાઈ દલ, હકીમભાઈ નુરમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસભાઈ મનુભાઈ લાખાપોટા, સુમારભાઈ અબ્‍દુલભાઈ દલ, ઉસ્‍માનભાઈ નુરમામદભાઈ દલ, ઈસ્‍માઈલ ઉર્ફે મુન્નો યુનુસભાઈ લાખાપોટા વિગેરેનાંઓ ગુજરનાર ભરતભાઈ પવનભાઈ ખુમાણે અગાઉ ફરીયાદ કરી હતી તેનો ખાર રાખી, પોતાનો સામાન્‍ય ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી, પુર્વ આયોજીત કાવતરૂ ઘડી તથા બંદુક, તલવાર, ધારીયા, કુહાડી વિગેરે લઈ નવા ગોડાઉન પાસે આવેલા અને ગુજરનાર ભરતભાઈ તથા અજીતભાઈ હમલો કરેલ. જે હુમલામાં ભરતભાઈ તથા અજીતભાઈનું મુત્‍યુ થયેલ અને બનાવ હત્‍યામાં પરિણામી હતી.

10 આરોપીની સામે ગુનો

આ સમગ્ર ઘટનાને લઈ લીલીયા પોલીસમાં હત્યાને લઈ 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો,તો પોલીસે હથિયારો કબ્જે કરી કાર્યવાહી કરી હતી.ત્‍યારબાદ સૌપ્રથમ લીલીયા પોલીસ સ્‍ટેશનનું જયુરીશ્‍ડીકશન અમરેલી સેશન્‍સ કોર્ટનું હોય જેથી કેસ ત્‍યાં કમિટ કરેલ અને ત્‍યાં અમુક મહત્‍વના સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલ. ત્‍યારબાદ સાવરકુંડલા ખાતે એડી. સેશન્‍સ કોર્ટની સ્‍થાપના થતાં આ કેસ સાવરકુંડલાની એડી. સેશન્‍સ કોર્ટમાં ટ્રાન્‍સફર થયેલ અને બાકી રહેતો પુરાવો ત્‍યાં નોંધવામાં આવેલ. જેમાં મહત્‍વના પુરાવા તરીકે ફરીયાદી, નજરે જોનાર સાહેદ, પંચ સાહેદો, FSL અધિકારી તથા પોલીસ ઓફીસરોની જુબાનીઓ લેવામાં આવી હતી.