- લેક ઝોનનો કોન્ટ્રાક્ટર પરેશ શાહના નામે ન હોવાનો ખુલાસો
- કોન્ટ્રાક્ટર પરેશ શાહના પુત્ર અને પત્ની સહિત 4ના નામે
- 2017માં થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી
વડોદરાના હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરને લઈ મહત્વના સમાચાર છે. લેક ઝોનનો કોન્ટ્રાક્ટર પરેશ શાહના નામે ન હોવાનો ખુલાસો થયો છે. જેમાં કોન્ટ્રાક્ટર પરેશ શાહના પુત્ર અને પત્ની સહિત 4ના નામે છે. તેમજ 2017માં થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી.
2017માં અપાયેલા કોન્ટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા
2017માં અપાયેલા કોન્ટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા. જે વધીને 6 અને અંતે 15 જેટલા ભાગીદાર થયા છે. તેમાં પરેશ શાહનો દીકરો વત્સલ શાહ વહીવટ સંભાળતો હતો. જેમાં વત્સલ શાહ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળશે તેવો ઠરાવ થયો હતો. 15 ભાગીદારો અને 3 કર્મચારીઓ સામે ફરિયાદ થઇ છે. ગઈકાલે 3ની ધરપકડ, આજે વધુ 3ની અટકાયત કરવામાં આવી છે. હરણી લેક્ઝોનમાં બોટ પલ્ટી જતા 14 ના મોત થયા છે.
પરેશ શાહના પુત્ર વત્સલ શાહ અને પત્ની સહિત 4 ના નામે લેક ઝોનનો કોન્ટ્રાકટ
હરણી પોલીસ મથકે હરણી લેક્ઝોનના 15 ભાગીદારો અને 3 કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. અત્યાર સુધી પરેશ શાહના નામે હરણી લેક ઝોનનો કોન્ટ્રાકટ હોવાની ચર્ચા થઈ રહી હતી. જેમાં 2017માં કોર્પોરેશન દ્વારા અપાયેલા લેક ઝોનના કોન્ટ્રાકટમાં 4 ભાગીદાર હતા. જે વધીને 6 અને તે બાદ 15 થયા હતા સાથે 3 કર્મચારીઓ હતા. પરેશ શાહનો દીકરો વત્સલ શાહ અને ધર્મીન ભતાણી સમગ્ર વહીવટી સંભાળશેનો 15 સભ્યમાં ઠરાવ થયો હતો. કેમકે 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. તેમજ પરેશ શાહનું એફ.આઈ.આર માં નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ અને પત્ની સહિત 4 ના નામે લેક ઝોનનો કોન્ટ્રાકટ હતો.









