- કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત
- ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુકનું મોત
- પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી
વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે કાર ચાલક હીટ એન્ડ રન સર્જી ફરાર થયો હતો,કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી અને ફૂટપાથ પર ચઢાવી દીધી જેમાં એક ભિક્ષુકનુ મોત થયુ છે.કાર ચાલક કાર સ્થળ પર છોડી નાસી છૂટયો છે.કાર અમદાવાદ પાસિંગની હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હીટ એન્ડ રનનો નોંધ્યો ગુનો
સમગ્ર ઘટનાને લઈ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે,કાર અમદાવાદ પાસિંગની છે,તો કારની નંબર પ્લેટના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.કાર ચાલક નશામાં હતો કે નહી તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે,મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.ત્યારે આ કાર ચાલક કોણ છે અને નશામાં હતો કે નહી તે તો ધરપકડ થયા બાદજ ખબર પડશે.

જામનગરમાં એક અઠવાડીયા અગાઉ હીટ એન્ડ રનમાં કાર સળગાઈ
જામનગર નજીક ઘોરીવાવની ગોલાઇ પાસે બેફામ જઇ રહેલા મોટરકારના ચાલકે ઠોકર મારતા રીક્ષા પડીકું વળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને તેમાં સવાર 3 વ્યકિતને ઇજા પહોંચી હતી. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાંથી ગંભીર રીતે ઘાયલ એક વ્યકિતને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવના પગલે રોષે ભરાયેલા ટોળાંએ મોટરકાને આગ ચાંપી સળગાવી નાખી હતી.

હીટ એન્ડ રનમાં 3ના મોત રાજકોટમાં એક મહિના અગાઉ
રાજકોટમાં કારની રફતારે 2 વ્યક્તિઓનો જીવ લીધો હતો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સતત હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરતા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી હતી.