- દોઢ મહિના બાદ સોલા પોલીસે કેસને લઈને A સમરી ભરી
- કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ
- બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી
હાલમાં અમદાવાદના બહુચર્ચિત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દોઢ મહિના બાદ સોલા પોલીસે કેસને લઈને A સમરી ભરી છે. જેને માટે હાઇકોર્ટમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
હાઇકોર્ટમાં કરવામાં આવી હતી રજુઆત
આ અંગેની માહિતી અનુસાર, બલ્ગેરિયન યુવતીએ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની અંદર કોર્ટે ફરિયાદ દાખલ કરી અને તપાસ કરવાના આદેશો આપ્યા હતા. જે પછી યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યુવતી ગાયબ થઈ ગઈ હતી.
8 સમન્સ મોકલવામાં આવ્યા
જ્યારે આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા મળ્યા નથી. તેમજ કેસમાં આરોપી સામે પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. ગુજરાત હાઇકોર્ટમા રિપોર્ટ રજૂ કરાશે જે બાદ કોર્ટનો નિર્ણય આવશે.
જેમાં પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ રાજીવ મોદીએ પણ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન લખાવ્યું હતું. જે જોતાં હાલની સ્થિતિએ રાજીવ મોદી દુષ્કર્મના કેસમાં નિર્દોષ સાબિત થશે તેમ લાગી રહ્યું છે.
શું હોય છે A સમરી ?
કોઈ પણ કેસમાં A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે. પરંતુ આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય. ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી. હાલના રાજીવ મોદીના કેસમાં ફરિયાદ દાખલ થઈ અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે. જે સ્થિતિમાં આગળ અપીલ કરવો પણ સામે પક્ષે વિકલ્પ રહેલો છે.









