• બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત પદાર્થ ખવડાવી લૂંટ ચલાવી
  • સોનાના દાગીના અને રોકડ મળી 3.40 લાખની લૂંટ
  • નશાયુક્ત બિસ્કીટ ખાતા 2 દિવસ બાદ આવ્યો હોશ
અમદાવાદથી સુરત જતા ખાનગી બાદમાં પેસેન્જર લૂંટાયો છે. ફરી એકવાર ગઠિયાઓ દ્વારા લૂંટ ચલાવવા માટે વિચિત્ર ઘટનાઓ કરવામાં આવી છે. અમદાવાદમાં એક ખાનગી બસમાં મુસાફર લૂંટાયો છે. જે સાથે જ લોકોને ચેતી જવાની પણ ખાસ જરૂર છે. સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે માહિતી અનુસાર, અમદાવાદથી સુરત જઈ રહેલા અશોકભાઈ ઝડફિયા નામના વ્યક્તિ તેના ભત્રીજાના લગ્નમાં હોવાથી સુરત જઈ રહ્યાં હતા અને CTM પાસેથી રામદેવ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં બેઠા હતા. આ દરમિયાન અશોકભાઈની બાજુમાં બેઠેલા આશેર 40 વર્ષીય યુવકે તેમને નશાયુક્ત બિસ્કિટ ખવડાવ્યાં હતા.

આ બિસ્કિટ ખાધા બાદ અશોકભાઈ બેભાન થઇ ગયા હતા. લાગે જોઈને બિસ્કિટ ખવડાવનાર યુવક અશોકભાઈની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 3 લાખ 40 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ બેભાન થયેલા અશોકભાઈને નિકોલની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં બે દિવસની સારવાર બાદ અશોકભાઈ ભાનમાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવનાર અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ નશા યુક્ત બિસ્કીટ ખાતા 2 દિવસ બાદ હોશ આવતા નિકોલ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
  • Follow us on: