અમદાવાદના અમરાઈવાડીમાં આરોપીઓએ જાહેરમાં આતંક મચાવતા પોલીસ હરકતમાં આવી હતી,પોલીસે આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યુ હતુ,મંજુ મીલની ચાલીમાં થોડાક દિવસો પહેલા માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગી હતી અને આવું કામ ફરીથી નહી કરે તેને લઈ હાથ જોડયા હતા.તલાવર અને પાઈપો વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો જેને લઈ લોકો ગભરાઈ ગયા હતા.
પોલીસે આરોપીને સાથે રાખી પંચનામું કર્યુ
અમરાઈવાડીમાં થોડા દિવસો પહેલા જાહેરમાં મગજમારી થઈ હતી જેને લઈ આરોપીઓએ ગુસ્સામાં આવીને વાહનોમાં તોડફોડ કરી હતી આ મામલાને લઈ સ્થાનિકો ગભરાઈ ગયા હતા જેમાં આરોપીઓએ દુકાનમાં પણ નુકસાન કર્યુ હતુ અને દહેશત ફેલાવી હતી.એક પરિવારે ઠપકો આપતા તેમની પર હુમલો કર્યો હતો.પોલીસે આ બાબતે આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી અને ઘટના સ્થળે જઈ રિ-કન્ટ્રકશન પણ કરાવ્યું હતુ,સાથે સાથે સીસીટીવીની મદદથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
કુલ 6 લોકો સામે નોંધાયો ગુનો
અમરાઈવાડીમાં નવલ રાજપૂત કે જે છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગાળે છે,ત્યારે તેમના ઘર આગળ આવીને અમુક શખ્સોએ બોલચાલી કરી હતી ત્યારે ફરિયાદીએ જણાવ્યું કે તમે થોડાક આગળ જઈને વાત કરો ત્યારે ઉશ્કેરાઈને અન્ય લોકોએ તેના સાગરિતોને બોલાવી માર માર્યો હોવાની વાત સામે આવી છે. ઘર પર પથ્થરમારો કરીને ઘરમાં રહેલા માલસામાનની તોડફોડ કરી હતી. આરોપીઓ હાથમાં તલવાર લઈને દંપતીના તથા ગલીમાં પડેલા અન્ય લોકોના વાહનોમાં પણ તોડફોડ કરીને આતંક મચાવી દીધો હતો. ગભરાયેલા દંપતીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી પણ પોલીસ આવે તે પહેલા જ બધા નાસી ગયા હતા.
દંપતીએ ઝઘડો કરી રહેલા લોકોને ઠપકો આપ્યો હતો
આ બાબતની દાઝ રાખીને યુવક તેના 6 મિત્રને બોલાવીને આવ્યો અને ઝઘડો કર્યો હતો.પોલીસે અનિશ ઉર્ફે છોટુ શ્રીવાસ, સૂરજ રામધારી ગુપ્તા, પંકજ ભાવસાર, દીપુ સિંધી, વિક્કી ચૌહાણ અને અજાણ્યા એક શખ્સ એમ કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે.આ સ્થળે દંપતીની દીકરી બીમાર હતી અને ઘર બહાર કેટલાક લોકો તકરાર કરતા હતા. તેથી દંપતીએ આગળ જતા રહેવા ઠપકો આપતા ઉશ્કેરાયેલા ટપોરીઓએ તલવાર અને ધારિયા વીંઝી દંપતીના ઘરમાં તોડફોડ કરી દીધી હતી. અમરાઈવાડી પોલીસે 6 ટપોરીઓ સામે ગુનો નોંધ્યો છે.









