- એમ્બ્યુલન્સ સર્વિસના ધંધામા સારૂ રોકાણ કરી કમાવવાની આપતા લાલચ
- ગુનાનો મુખ્ય આરોપી ડોકટર હાર્દિક પટવા ફરાર
- તમામ આરોપીઓ વિરુદ્ધ સુરતમાં અનેક ગુનાઓ નોંધાયા છે
એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બે આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે.મહત્વનું છે કે ગુનાનો મુખ્ય આરોપી ડોક્ટર હાર્દિક પટવા ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથધરી છે આ ઉપરાંત તમામ આરોપીઓ વિરુદ્ધ સુરતમાં પણ એક ગુનો નોંધાયો છે.જેમાં પણ તેની ધરપકડ બાકી છે.
મોટી રકમ લઈ છેતરપિંડી આચરી
અમદાવાદના ડોક્ટરને એમ્બ્યુલન્સ સર્વિસમાં સારું વળતર મળશે તેમ કહી ઊંચું રોકાણ કરાવ્યું હતું કુલ 5 કરોડ 75 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી.જે છેતરપિંડીના ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે બંને આરોપી સુરતમાં સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવે છે.તેમજ રોકાણના બહાને ફરિયાદી પાસેથી પોણા છ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.જોકે આ ગુનાનો મુખ્ય આરોપી હાર્દિક પટવા ફરાર છે.જેની આર્થિક ગુના નિવારણ શાખા એ શોધખોળ શરૂ કરી છે.

સરકારી ડોકટર સામે ફરિયાદ
ગુનાની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે હાર્દિક પટવા અને ઝડપાયેલા બંને આરોપી વિરુદ્ધ સુરતમાં પણ એક ગુનો નોંધાયેલો છે.જેમાં હાર્દિક પટવા સુરતમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.અને પોતાના નામે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી શકે તેમ ન હોવાથી ઝડપાયેલા બંને આરોપી સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી હતી.જેમાં અમદાવાદના ફરિયાદી પાસેથી એક એમ્બ્યુલન્સના દર મહિને 60 હજાર રૂપિયા જેટલું વળતર મળે છે તેવી લાલચ આપી મોટું રોકાણ કરાવ્યું હતું જોકે સુરતમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા છેલ્લા એક વર્ષથી હાર્દિક ફરાર છે.જેની અમદાવાદ અને સુરત પોલીસ કરી રહી છે.

છેતરપિંડીનો નવો કારસો સામે આવ્યો
મહત્વનું છે કે,2019 થી શરૂ થયેલા છેતરપિંડીના કારનામા 2023 માં પોલીસ ચોપડે સામે આવ્યા છે.જેમાં એક બાદ એક બે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ મુખ્ય આરોપી ડોક્ટર હાર્દિક પટવા હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી.ત્યારે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટવા પહેલા પકડાય છે. કે તે પહેલા તેનું કોઈ નવું કારસ્તાન સામે આવશે.









