• VHPના કાર્યકર્તાઓએ કર્યો ઉગ્ર વિરોધ

  • આલ્ફાવન મોલમાં મુવી પ્રમોશન દરમિયાન હોબાળો
  • પઠાણ ફિલ્મ રીલીઝ ન કરવા માટે આપી ચેતવણી

હાલ દેશના ઘણાં ભાગોમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત બોલીવુડ ફિલ્મ પઠાણનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજરોજ અમદાવાદ ખાતે આવેલા આલ્ફા વન મોલમાં પઠાણ ફિલ્મના પ્રમોશન દરમિયાન VHPના કાર્યકર્તાઓએ પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ પઠાણ ફિલ્મ થીએટરમાં રીલીઝ ન કરવા માટે ચેતવણી આપી હતી.

મળતી માહિતી અનુસાર આજરોજ અમદાવાદના આલ્ફાવન મોલમાં પઠાણ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું હતું તે દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો થીએટર ખાતે પહોંચી ગયા હતા અને પઠાણ ફિલ્મનો વિરોધ શરુ કર્યો હતો. આ દરમિયાન VHPના કાર્યકરોએ ફિલ્મના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા અને સુત્રોછાર કર્યા હતા. આ ઉપરાંત થીએટરમાં ફિલ્મ રીલીઝ ન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. 

[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on: