અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા વિધર્મી યુવતીને હિંદુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી નાખી છે,તો ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
પિતાએ ગળુ દબાવીને હત્યા કરી
અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી ગામના હિંદુ યુવક કાના સાથે લગ્ન કરવા, પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલી દીકરીની ગળુ દબાવી હત્યા કરી હતી.
અભયમની ટીમે ભાંડો ફોડયો
એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી અને ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ આ બનાવમાં ફરિયાદી બની છે.અહીં ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી છે. અહીં ઇશિકાબેન ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના કાના નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. પંરતુ યુવતી તેના કાના સાથે પ્રેમસંબંધ આગળ વધારવા માંગતી હતી. આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીનો સગો બાપ એવો મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે.
પોલીસ જાતે ફરિયાદી બની
ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ ગઈ કાલે ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી. જેમાં યુવતી ઇશિકાબેને મદદ માટે બોલાવેલા હોવાથી ટીમ અહીં યુવતી કંઈ બોલી નહીં શકતા હોય. આ ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી.
પોલીસની પૂછપરછમાં પિતાએ કહ્યું કે મે છોકરની હત્યા કરી છે
હત્યા પહેલા ઇશિકાબેનએ 181ની અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી. અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોય અને પિતા પરિવાર જબરજસ્તીથી અન્ય સાથે લગ્ન કરાવવા માંગતા હતાં. યુવતીને કાના સાથે લગ્ન કરવા હતા. પરિવાર આ કાનો હિંદુ સમાજમાંથી આવતા હોવાને કારણે પિતા, પરિવાર ના પાડતા હતા. યુવતીને કાના સાથે પ્રેમસંબંધ હોવાથી લગ્ન કરવા ઇચ્છતા હતા. રાત્રિના સમયે હત્યા પહેલા અભયમ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી મદદ માંગવામાં આવી હતી. પરંતુ, અહીં પહોંચી પરિવારજનોને પૂછતાં કહ્યું- સૂતી છે, બોલાવતા,બોલતી નહીં હોવાને કારણે પોલીસને બોલાવતા ફાંડો ફૂટ્યો હતો.









